www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોમનાથ નેશનલ હાઇવે રોડની બંને સાઈડમાં ચીકણી માટી નખાતા કીચડનું સામ્રાજ્ય


બાઇક સ્લીપ થવાના બનાવોમાં વધારો થતાં પરેશાની

સાંજ સમાચાર

(દેવાભાઇ રાઠોડ)
 પ્રભાસ પાટણ તા.1
સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે રોડની  બન્ને સાઈડમાં ખુબજ ચીકણી માટી નાખવા મા આવેલ છે અને આ માટી એટલી બધી ચીકણી છે કે વાહન રોડ ઉપર થી નીચે ઉતરતા ની સાથે માટીના લોંદા ટાયરમાં ભરાય જાય છે.

તાજેતરમાં થયેલા માત્ર થોડા વરસાદ મા આ ચીકણી માટી ઉપર નિકળવું મુશ્કેલ બનેલ છે રોડ ઉપર થી કોઈ વાહન સાઈડ મા લેવામાં આવે તો માટી ના મોટા લોદા ટાયર મા ભરાય જાય અને ટાયરો જામ થય જાય અને વાહન ચલાવવું મુશ્કેલ બને છે અને આ ચીકણી માટી ટાયર માંથી રોડ ઉપર પણ માટી પડવાથી રોડ પણ ચીકણો થાય છે તેમજ નાના બાઈક ચાલકો ના ટાયર મા ચીકણી માટી ભરાલાને કારણે જામ થય જાય છે અને ચલાવી સુકાતું નથી અને વાહનો સ્લીપ થવાના બનાવો બને છે.

રોડની બન્ને સાઈડમાં મોટા વાડી વિસ્તાર આવેલો છે જેથી ખેડૂતો ને અવર જવર તેમજ વાહનો કાઢવામાં અગવડતા પડે છે જેથી હાઈવે ઓથોરિટી ના જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક રોડની બન્ને સાઈડમાં કાંકરી નાખવામાં આવે છે વાહનચાલકો અને રાહદારીઓ ને રાહત મળે.

 

 

Print