www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મુળીના લીયા ગામે પિતાના પ્રેમ પ્રકરણમાં પુત્રની હત્યા


પિતાની પ્રેમિકા અને તેના પુત્ર પુત્રીઓએ હુમલો કરતા બનાવ હત્યા મા પરિણમ્યો: પાંચ આરોપીઓની ધરપકડ કરતી મુળી પોલીસ

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.23
મૂળી તાલુકાના લિયા ગામે પ્રેમ પ્રકરણ માં સરા ગામના યુવક ને મોત ને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી હતી. મૂળી પોલીસ સ્ટેશનએ થી વધુ માહિતી મળતા મૂળી તાલુકાના સરા ગામના નિવાસી ગનીભાઇ મુલતાની અને ધુનીબેન કાળુભાઇ વાનાણી (રહે લીયા જાતે ત. કોળી) સાથે છેલ્લાં દસ વર્ષથી પ્રેમ સબંધમાં જોડાયેલા હતા.

તેમજ ફરિયાદી તથા તેના ભાઈઓ બહેનો મોટા થઈ ગયેલ  હોય જેથી તેઓએ તેમના પિતાજી તેમજ ધુનીબેન તથા તેમના પરિવાર સાથે સબંધ ન રાખવા વારંવાર સમજાવ્યું હતું. તારીખ 21 મે ના રોજ રાત્રે ફરિયાદીના પિતા રાત્રે ધુનીબેનના ઘરે જતા રહ્યા હતા. જેથી ફરિયાદી તથા તેનો ભાઈ સોહિલ  રાત્રે 11:00 કલાક ની આસપાસ મોટરસાઇકલ લઈને તેમના પિતાજી તેમજ આરોપી ધુનીબેનના ઘરે તેમના પિતાજી તેમજ ધુનીબેન અને ધુનીબહેનના પરિવારને સમજાવવા માટે ગયા હતા.

ત્યારે  આરોપીઓએ એકિસંપ કરી ગે.કા. મંડળી રચી ફરિયાદી તેમજ તેના ભાઇ સોહિલ ને  જેમ તેમ બોલી ફરિયાદી તથા તેમના ભાઈ સોહિલ ને ઘરની બાહર કાઢી મૂક્યા. તેમજ છૂટા પત્થરો મારી જગડો કરી આરોપી શક્તિભાઈ કાળુભાઇ વાનાણી એ હાથમાં રહેલી કુહાડી ફરિયાદી ના ભાઇ સોહીલ ને માથા માં ઝીંકી દીધી હતી. આરોપી વિક્રમભાઇ કાળુભાઇ વાનાણી એ હાથમાં રહેલો ધોકો સોહિલ ના માથા માં ધા માર્યો હતો.અને આરોપી કાળુભાઇ એ હાથમાં રહેલો લોખંડના પાઇપ વડે સોહિલ ના હાથમાં મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.તેમજ ફરિયાદીના ભાઇ સોહિલ (ઉ 26 વર્ષ) નું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. તેમજ ફરિયાદી અને તેમના પિતાજી વચ્ચે પડતા આરોપી ધુનીબેન એ પોતાના હાથમાં રહેલ પાવડા નો હાથો ફરીયાદીના ગરદન ના પાછળના ભાગમાં માર્યો અને આરોપી કાળુભાઇ એ લોખંડના પાઇપ વડે ફરિયાદીને માથા માં મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

તેમજ ફરિયાદીના પિતાજીને ઇજા કરી આરોપી કાજલબેન એ પથ્થરનાં છૂટા ધા કરી ફરિયાદીને ગંભીર ઈજગ્રસ્ત કર્યા હતા.આ ઉપરાંત ફરીયાદી સમીરભાઈ ગનીભાઇ એ મૂળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવી હતી તેમજ મૂળી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ અત્યારના બનાવવામાં મૂડી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગનીભાઇ વર્ષો પહેલા બેનડવાજાની લારી કાઢવાનો ધંધોકરતો હતો. ત્યારે આ ધુનીબેન તેમની સાથે ગીત ગાવા માટેજતા હતા. ત્યારે પ્રેમસબંધ થઇ ગયો હતો. ત્યાર બાદગનીભાઇએ બેન્ડવાજાનો ધંધો બંધ કર્યો હતો. તેમ છતાંધનીબેન સાથે તેમને પ્રેમસબંધ ચાલુ રાખ્યો હતો.

 

Print