www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલથી સ્કુલવાન સંચાલકોની રાજયવ્યાપી હડતાલ; રાજકોટ એસોસિએશન પણ જોડાશે


ટેકસી પાસીંગમાં ત્રણ માસની મુદ્ત આપવા સાથે ત્રણ માંગણીઓ સ્વીકારવાની એસો.ની બુલંદ માંગ: સ્કુલ વાનની હડતાલને પગલે કાલથી વાલીઓની પરેશાનીમાં વધારો: રાજકોટમાં 3000 સ્કુલ વાનના પૈડા અચોકકસ મુદ્ત સુધી થંભી જશે: લક્ષ લેવા સ્કુલ વાન વર્ધી એસો. મકકમ

સાંજ સમાચાર

રાજકોટ,તા.10
રાજકોટમાં ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ સરકારે ગેસથી દોડતા સ્કુલ વાન (ઈકો વાન) સામે ટેકસી/મેકસી પાસિંગ ફરજીયાત કરવાના અમલ સામે વાન ચાલકોએ ત્રણ માસનો સમય આપવાની માંગણી કરતા તેનો સરકારે સ્વીકાર નહીં કરતા કાલ રાજયવ્યાપી ખાનગી સ્કુલ વાન સંચાલકોની અચૌકકસની મુદતનો પ્રારંભ થનાર છે.

વેકેશન ખુલતા જ સ્કુલવાન ઈકો વાન સહિતના વાહનોને ટેકસી/મેકસી પાસિંગ કરાવવા આરટીઓ કચેરીએ જતા છેલ્લા ચાર દિવસથી આરટીઓનું સર્વર બંધ થતા કોઈ પ્રક્રિયા થતી નથી બીજી તરફ પોલીસ અને આરટીઓ તંત્ર સ્કુલ વાન ચાલકો રીતસરની તવાઈ ઉતારતા ગુજરાત રાજય સ્કુલ વાન એસો.એ કાલથી અચૌકકસ મુદતની હડતાલનું એલાન જાહેર કરતા આવતીકાલથી રાજકોટ સહિત તમામ જીલ્લાઓમાં સ્કુલ વાનના પૈડાઓ થંભી જશે.

રાજકોટ સ્કુલવાન એસો.ના પ્રમુખ બહાદુરસિંહ ગોહિલના જણાવાયા પ્રમાણે રાજકોટ શહેરના સ્કૂલવાન ચાલકો ટેકસી/મેકસી પાસીંગ કરાવવા તૈયાર છે પણ આરટીઓ કચેરીએ 4 દિવસ સર્વર ઠપ્પ છે કોઈ જવાબ દેતુ નથી. મુખ્ય આરટીઓ અધિકારી પણ રજા મુકી જતા રહેતા અમારી વાનમાં પાટીયા મુકવા માટેની છુટ અને ત્રણ માસની મુદત આપવાની રજૂઆત કોઈ સાંભળતું નથી અમોએ આ બાબતે જીલ્લા કલેકટરને રૂબરૂ મળી અમારી વ્યથા ઠાલવી છે.

તેમ છતાં હાલ પોલીસ સ્કૂલવાનને થંભાવી દંડ ફટકારે છે બીજી તરફ પોલીસ પણ દારૂ ભરેલી ગાડી પાછળ જીપ દોડાવે તેમ શહેરમાં ઠેર ઠેર સ્થળે સ્કુલવાનની પાછળ પોલીસ ગાડી દોડાવી વાન થંભાવી કારણ વિના મેમો પકડાવતા સ્કુલ વાન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર પાસીંગની મુદતમાં ત્રણ માસનો સમય આપા, પાટીયા મુકવાની છુટ આપે, સ્પીડમાં 40 કી.મી.ની સ્પીડની 

Print