www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉતર પ્રદેશમાં 18 વર્ષથી નીચેની વયના છાત્રોને પંપ પરથી નહીં મળે પેટ્રોલ-ડીઝલ


સગીર છાત્ર-છાત્રાઓ દ્વારા વાહન વ્યવહારના નિયમોના ભંગ, અકસ્માતો રોકવા નિર્ણય

સાંજ સમાચાર

લખનૌ,તા.1
ઉતર પ્રદેશની સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.18 વર્ષથી નીચેનાં વિદ્યાર્થીઓ પર ટુ વ્હીલર, ફોર વ્હીલર ચલાવવા પર રોક લગાવવા પેટ્રોલ પંપ પરથી તેમને ડીઝલ-પેટ્રોલ આપવા પર પ્રતિબંધ લગાવાયો છે.

વધતા જતા અકસ્માતોને રોકવા આ નિર્ણય લેવાયો છે. એટલે આજથી યુપીમાં સગીરને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ-ડીઝલ નહીં મળે. પેટ્રોલ પંપ પર આ મામલે વોચ રહેશે અને નોટીસ 508 લગાવવામાં આવશે.

રાજય બાલ અધિકાર સંરક્ષણ આયોગનાં સભ્ય ડો.સુચિતા ચતુર્વેદીએ માધ્યમિક અને બેઝીક શિક્ષણ નિર્દેશક પોલીસ મહા નિર્દેશક ખાદ્ય રસદ વિભાગનાં કમિશ્નર પરિવહન કમિશ્નર અને પોલીસ મહા નિરિક્ષકને દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.

 

 

Print