www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને સફળતા: એક આતંકી ઠાર થયો, એક ઝડપાયો


સાંજ સમાચાર

હંદવાડા (જમ્મુ-કાશ્મીર) તા.17
જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. ઉતરી કાશ્મીરના હંદવાડામાં સુરક્ષા દળોએ હિઝબુલ મુઝાહીદીનના એક આતંકીને પકડી લીધો છે. દરમિયાન રવિવારે મોડીરાત્રે બાંદીપોરામાં સુરક્ષા દળોની આતંકવાદીઓની અથડામણ થઈ હતી.

જેમાં એક આતંકી ઠાર થયો છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ, ઉતરી કાશ્મીરમાં હંદવાડામાં સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહીદીનના એક આતંકીને પકડી લીધો છે.

જયારે આ પહેલા રવિવારે મોડી રાત્રે બાંદીપોરામાં સુરક્ષા દળોની આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક આતંકી ઠાર થયો હતો.

 

Print