www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોરઠ પંથકમાં આપઘાતના બનાવોમાં વધારો: 24 કલાકમાં અલગ-અલગ પાંચ ઘટનામાં પાંચના મોત


માણાવદરના કતકપરા ગામે યુવાનનો બેકારીથી ફાંસો ખાધો: વંથલીના બરવાળા ગામે પતિના ખૂનમાં જેલ મુક્ત થયેલી પત્નીએ જીવન ટુંકાવ્યું

સાંજ સમાચાર

જુનાગઢ, તા.25
માણાવદરના કતકપરા ગામે રહેતા યુવાને ઘરની સ્થિતિ નબળી હોય કામધંધો ચાલતો ન હોય જેનાથી કંટાળીને ગળેફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. માણાવદરની 7 કિ.મી. દૂર કતકપરા ગામે રહેતો ઇલીયાસ ઇશા નારેજા (ઉ.વ. 30)ના નાનાભાઇ ઇરફાન (ઉ.વ. 25, રે. કતકપરા પ્લોટ વિસ્તારવાળા)ને ઘરની આર્થિક નબળી હોય કોઇ કામધંધો ચાલતો ન હોય જેથી કંટાળી જઇ ગઇકાલે તા.24ને સવારે તેમના ઘરે પંખાના હુંકમાં ચૂંદડી બાંધીને ગળેફાંસો ખાઇ લેતા પરિવાર ભાંગી પડ્યો હતો. માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

આપઘાત
વંથલી પોલીસમાં આ અંગે જાણ કરનાર મૃતક મહિલાના પિતા માધાભાઇ પુંજાભાઇ ચાવડાના જણાવ્યા મુજબ તેમની દિકરી પ્રજ્ઞાના લગ્ન ગામમાં જ સુધીરભાઇ પરમાર સાથે થયે હતા જેમાં કોઇ કારણોસર પ્રજ્ઞાના પતિ સુધીરના મર્ડર કેસમાં જેલમાં હોય ત્યાંથી છૂટ્યા બાદ તેણીને લાગી આવતા ગત તા.14ની સાંજે પિતાના ઘરે ઝેરી દવા પી લેતા પ્રજ્ઞાબેન (ઉ.વ. 30)નું મોત નોંધાયું હતું. વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરવાડ તાલુકાના પીપરીવાવ ગામે રહેતા નરેશભાઇ ઉર્ફે ભપુ લાખા વાઢેર (ઉ.વ. 27)એ કોઇ અગમ્ય કારણોસર ભેજપુર ગામની સીમમાં ગળેફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. ચોરવાડી પોલીસે તપાસ હાથ ધરી છે.

માંગરોળ ધુમ્મા મચ્છીદ્ર રોડ રાઠોડ ફળીયામાં રહેતા ફાતીમાબેન શેખ (ઉ.વ. 26)ને બે માસથી મગજની બિમારીના કારણે ઉંઘ ન આવતી હોય જેથી પોતાના રહેણાંક મકાને રસોડામાં ગળેફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ અંગે માંગરોળ પોલીસ તપાસ હાથ ધરી છે.

માણાવદરના શેરડી ગામે રહેતા કિશોરભાઇ કારાભાઇ બારૈયા (ઉ.વ.35)ના પત્ની સાતેક દિવસથી રીસામણે માવતરે જતા રહેલ હોય જેથી લાગી આવતા કિશોરભાઇએ પોતાની મેળે શેરડી ગામે ઝેરી ટીકડા પી લેતા મોત થયું હતું. માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

Print