www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૂર્યા T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે રાતભર સૂતો, રોહિતે સવારે જાગ્યા સાથે જ પલંગ પરથી સેલ્ફી લીધી...


સાંજ સમાચાર

બાર્બાડોસ : ગત શનિવાર, 29 જૂનના રોજ ભારતીય ટીમે અક્રિકાને હરાવી ટી20 વિશ્વ વિજેતા બની હતી. ભારત 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડ ચેમ્પિયન્સ બન્યા. આ ખૂબ જ ખાસ ક્ષણ તમામ ખેલાડીઓ માટે હતો. ભારતીય ટીમ સતત ત્રીજી આઇસીસી ટુર્નામેન્ટમાં ફાઇનલ સુધી પહોંચી હતી, જેમાંથી આગલી બે વખત ખૂબ ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યું, વનડે વર્લ્ડ કપમાં ઘર આંગણે અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે હાર થઈ હતી. એટલે આ વખતે જીત માટે દરેકને આશા હતી અને જ્યારે ટીમ સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહી હતી. છેલ્લી ઓવરમાં છેલ્લા બોલ બાદ જીત હાંસલ કર્યા બાદ તમામ ખેલાડીઓએ ઉજવણી કરી હતી.

રોહિત, હાર્દિક, વિરાટની આંખોમાંથી જીતની ખુશીનાં આંસુ વહી રહ્યા હતા.  ફાઇનલ પ્રેઝન્ટેશન બાદ સૌ કોઈ જ્યારે હોટલ પર ગયા ત્યારે ટ્રોફી સાથે રાખી હતી. સૂર્ય કુમાર યાદવે જેને છેલ્લી ઓવરમાં પ્રથમ દડામાં મિલરનો અદ્ભુત કેચ પકડી મેચ જીતાડ્યો હતો તેને આખી રાત ટ્રોફી તેની સાથે રાખી સૂતો રહ્યો.

તો રોહિત શર્માએ જ્યારે તે જાગ્યો ત્યારે સૌપ્રથમ પલંગ પરથી ટ્રોફી સાથે સેલ્ફી લીધી હતી. તો ફાઇનલમાં ત્રણ વિકેટ લેનાર હાર્દિક પંડ્યાએ તેના હોટલ રૂમમાં ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવ્યુ અને લખ્યું કે ગૂડ મોર્નિંગ ઇન્ડિયા, આ એક સપનું નથી હકીકત છે.

Print