www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટી-20 વર્લ્ડકપ સુપર-8નું ચિત્ર સ્પષ્ટ: 19મી જુનથી 8 ટીમો વચ્ચે મુકાબલા


નેપાળને હરાવીને બાંગ્લાદેશની એન્ટ્રી સાથે સમગ્ર શિડયુલ જાહેર

સાંજ સમાચાર

મુંબઇ, તા.17
અમેરિકા-વેસ્ટ ઇંડિઝની યજમાનીમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં લીગસ્ટેજે મોટા ઉલટફેર બાદ હવે સુપર-8 સ્ટેજનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. 20મી જૂનથી સુપર-8 મુકાબલા શરૂ થશે. ટી-20 વર્લ્ડકપના આજના મેચમાં નેપાળને પરાસ્ત કરીને બાંગ્લાદેશે પણ સુપર-8માં પ્રવેશ કરી લીધો હતો.

ગ્રુપ-ડીમાં છેલ્લા મેચ સુધી રોમાંચ રહ્યો હતો. બાંગ્લાદેશના બોલરો તઝીમ હસને માત્ર સાત રનમાં 4 વિકેટ ખેડવી હતી. મુસીકીઝુરે ત્રણ વિકેટ ઝડપીને નેપાળને પરાસ્ત કર્યું હતું. બાંગ્લાદેશનો 21 રને વિજય થયો હતો. બીજી તરફ શ્રીલંકાએ નેધરલેન્ડને 83 રને પરાસ્ત કર્યું હતું. બંને ટીમો સુપર-8માંથી ફેંકાઇ ગઇ હતી.

હવે ગ્રુપ-1માં ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશની ટક્કર છે જ્યારે ગ્રુપ-2માં અમેરિકા, વેસ્ટ ઇંડિઝ, દક્ષિણ આફિ3કા તથા ઇંગ્લેન્ડની ટક્કર થશે. ભારતનો પ્રથમ મેચ 20 જુને અફઘાનિસ્તાન સામે રમાશે.

 

Print