www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાવરકુંડલા પાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસ સદસ્યોનો વિરોધ છતાં વેરામાં વધારો


કરવેરાના માધ્યમથી પ્રજા પર વાર્ષિક 2.5 કરોડનો બોજો નખાતા રોષ

સાંજ સમાચાર

સાવરકુંડલા, તા.26

સાવરકુંડલા નગરપાલિકાનું જનરલ બોર્ડની મીટીંગ મળેલ. જેમાં સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સાવરકુંડલા શહેર ની જનતા પર વિવિધ ટેક્ષ /વેરાનો વધારો કરવામાં આવેલ છે. 

જેમાં લોકોને મળતી પ્રાથમિક સુવિધાઓ પાણીકર , ગટર વેરો,  સ્ટ્રીટ લાઈટ વેરો, , સફાઈ  વેરો, જેવી વિવિધ સેવાપર અચાનક ભાવ વધારો કરવામાં આવેલ છે. 
જેમાં સાવરકુંડલા શહેરની જનતા પર આ મોંઘવારી નાં સમયમાં કમરતોડ ટેક્ષ /વેરો નાખવામાં આવેલ છે આ કરવેરા સતત બીજા વર્ષે પણ કરવેરા નાં માધ્યમ થી સાવરકુંડલા શહેરની જનતા પર આશરે વાર્ષિક 2.5 કરોડ નો બોજો નાખવામાં આવી રહ્યો છે, હાલની પરીસ્થિત મુજબ મોંઘવારીએ માજા મૂકી છે. લોકોને પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બનેલ છે

ત્યારે આ બોર્ડ મિટિંગમાં ભાજપ શાસિત નગરપાલિકા ના સત્તાધીશો દ્વારા સાવરકુંડલા શહેરની પ્રજા ઉપર કમરતોડ વિવિધ વેરાઓનો વધારો કરતા કોંગ્રેસ પાર્ટીના નગર સેવકો દ્વારા આ ભાવ વધારા નો ઉગ્ર વિરોધ કરવા માં આવ્યો હતો. આમ છતાં બહુમતી ના જોરે આ સત્તાધીશો એ વેરા વધારો મંજૂર કરેલ છે. શહેર કોંગ્રેસ સાવરકુંડલા દ્વારા નગરપાલિકાની કચેરી સામે આગામી દિવસોમાં સાવરકુંડલા ની જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન  કરવામાં આવશે.તેવી અંતમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી દ્વારા ચીફ ઓફિસર /અને પ્રમુખ શ્રીને પત્ર પાઠવીને ચીમકી પણ ઉચ્ચારેલ છે.

Print