www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખંભાળિયા લેન્ડ ગ્રેબિંગ હેઠળ થયેલી ફરિયાદ સંદર્ભે આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરયા


સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 01

ખંભાળિયામાં રહેતા પ્રેમજીભાઈ ધનજીભાઈ નકુમ દ્વારા અહીંના ભગવતી હોલ પાસે રહેતા અશ્ર્વિનભાઈ બાબુભાઈ બારાઈ વિરુદ્ધ કલેકટર રૂબરૂ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી હતી. આ અરજી સંદર્ભેની કરવામાં આવેલી તપાસમાં અરજીની હકીકતોથી ગુનાહિત કૃત્ય બનતું હોય, આરોપી અશ્વિન બાબુભાઈ વિરુદ્ધ ખંભાળિયા પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે ખંભાળિયામાં જોધપુર ગેઈટ પાસે એક મંદિર નજીક રૂપિયા 30 લાખની બજાર કિંમત ધરાવતી મિલકત ફરિયાદી પ્રેમજીભાઈના પિતા ધનજીભાઈએ આરોપીના પિતાને માસિક ભાડેથી આપી હતી.

આરોપીના પિતા અવસાન પામ્યા હોવાથી હાલ દુકાનનો કબજો અને વપરાશ અશ્વિનભાઈ બારાઈ કરતા હોવાથી તેઓ દુકાનનો કબજો ધરાવે છે અને તેઓએ આશરે 25 વર્ષથી ભાડું આપવાનું બંધ કરી દીધું હોવા ઉપરાંત હવે ફરિયાદી પ્રેમજીભાઈ આરોપી અશ્વિનભાઈને પોતાની મિલકત ભાડે આપવા માંગતા ન હોય અને આરોપીએ બળજબરીથી દુકાન પોતાના કબ્જામાં રાખેલ હોવા અંગેની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ પ્રકરણમાં ખંભાળિયાની સ્પેશિયલ તેમજ સેસન્સ અદાલતમાં અહીંના સિનિયર એડવોકેટ સી.એમ. જોશી મારફતે આગોતરા જામીન પર મુક્ત થવા અંગેની અરજી કરવામાં આવતા આ અરજીને ધ્યાને લઈ, વિવિધ કાયદાના આધારો ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપીના આગોતરા જામીન મંજૂર કર્યા હતા.

(કુંજન રાડિયા)

Print