www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શાળા પ્રવેશોત્સવમાં ચકાસણીની કામગીરી પડતી મુકવા શિક્ષક સંઘ દ્વારા કરાઇ માંગણી


ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘની મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત

સાંજ સમાચાર

જામનગર તા.26:
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શાળાની શૈક્ષણિક સિધ્ધિ (કસોટીના ગુણ તેમજ પેપર) ચકાસણીની બાબત રદ કરવા અંગે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી હતી.

ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યાં સુધી શાળા પ્રવેશોત્સવ દરમ્યાન કયારેય બાળકોના પેપર ચકાસણી, પરિક્ષાના ગુણ ચકાસણી જેવા મુદ્દાઓને સામેલ કરવામાં આવતાં નહી કારણ કે બન્ને કાર્યક્રમ માટે અલગ અલગ સમયગાળો અને અલગ અલગ વ્યવસ્થા ગોઠવાયેલી હોય જે ધ્યાને લેવામાં આવતું.

પરંતુ છેલ્લા બે વર્ષ દરમ્યાન પ્રવેશોત્સવ દરમ્યાન પણ બાળકોના પેપર, એકમ કસોટીના પેપરો તેમજ શૈક્ષણિક મૂલ્યાંકનનાં તમામ પાસાઓ ચકાસવામાં આવે છે. જે બાબત પ્રવેશોત્સવ કાર્યક્રમ સાથે સુસંગત નથી. 

વિશેષમાં 2023-24 ના ગુણોત્સવનું મૂલ્યાંક માર્ચ મહિનામાં પુરૂ થયું હોવા છતાં આજ દિવસ સુધી રિપોર્ટ કાર્ડ શાળાઓને મળ્યા નથી. તો આ મૂલ્યાંકન કેના આધારે કરવામાં આવશે તે પણ એક સવાલ છે અને છેલ્લા કલાકોમાં આવા રિપોર્ટ કાર્ડ મળે એ બાબતો પણ વ્યાજબી નથી. આ ઉપરાંત શાળાઓએ દ્વિતીય સત્રનું કરેલ મૂલ્યાંકન જેનો ડેટા શાળાઓએ ઓનલાઈન કરેલ હોય એ જ ડેટા માત્ર લીંક સ્વરૂપે શાળાઓને આપવામાં આવે છે.

પરંતુ બાળકના રિપોર્ટ કાર્ડ શાળાઓને મળતા નથી. જે શાળાઓએ ડાઉનલોડ કરવામાં ખૂબ સમય લાગે છે. આમ, વિધા સમિક્ષા કેન્દ્ર દ્વારા સમયમર્યાદામાં કામગીરી નહી થવાથી શિક્ષકો અને આચાર્યઓને મૂશ્કેલી પડે છે. જે ધ્યાને લઈ અમારી રજૂઆત મુજબ શાળા નિરીક્ષક ફોર્મમમાં દર્શાવેલ તમામ મુદ્દાઓ રદ કરવામાં આવે તેવી માંગણી ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ કરી હતી.

Print