www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નવી લોકસભા એક-બે સીટ જીતનાર નાના નાના દળોનો દબદબો વધ્યો


લોકસભામાં 23 દળોની 5.47 ટકાની ભાગીદારી અને કુલ 30 સીટો તેમની પાસે: 16 પાર્ટીઓ એક-એક સીટવાળી, સાત રાજકીય દળો બે-બે સીટવાળા

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.26

 લોકસભામાં આ વખતે રાષ્ટ્રીય અને ક્ષેત્રીય દળોનો દબદબો વધ્યો છે. જોકે તેની સાથે સાથે નાના દળોનું પણ પ્રતિનિધિત્વ પણ વધ્યું છે. આંકડા પર નજર નાખીએ તો છેલ્લી કેટલીક ચૂંટણીઓ દરમ્યાન આવા દળોનું પ્રતિનિધિત્વ લોકસભામાં વધી રહ્યું છે. જેમની પાસે એક કે બે સીટ હોય છે.

કયારેક કયારેક તો ખરાબ પર્ફોમન્સને લઈને તેમાં કોઈ રાષ્ટ્રીય કે ક્ષેત્રીય દળ પણ જોડાઈ જાય છે.આંકડા અનુસાર આ વખતે 23 એવી પાર્ટીઓ જીતીને આવી છે જેમની પાસે એક કે બે સીટો છે. આમાંથી 16 પાર્ટીઓ એક એક સીટ વાળી છે જયારે સાત પાર્ટીઓ બે સીટ વાળી છે.આ 23 નાના દળોની કુલ તાકાત 30 સીટોની છે આ દળો બન્ને જુથ એનડીએ અને ઈન્ડીયા સાથે જોડાયેલા છે.તેમની લોકસભામાં કુલ ભાગીદારી 5.47 ટકા છે આ તાકાત લગભગ ચોથા નંબરની પાર્ટી તૃણમુલ કોંગ્રેસની બરાબર છે આંકડા અનુસાર ત્રણથી પાંચ સીટોવાળી 7 દળ છે.જેમાંથી ત્રણથી ચાર સીટવાળા ત્રણ-ત્રણ અને પાંચ સીટવાળા એક દળ છે.જો 17 મી લોકસભામાં આંકડા પર નજર નાખીએ તો કુલ 37 દળોનાં સાંસદ જીતીને આવ્યા હતા પરંતુ આ વખતે કુલ 41 દળોનાં સભ્યો જીતીને સંસદ પહોંચ્યા છે.

►નવી બનેલી પાર્ટીઓએ પણ જીત નોંધાવી
જે નવી પાર્ટીઓ વધી છે તેમાં એક એક તો શિવસેના અને એનસીપીમાંથી અલગ થયેલુ દળ છે બીજુ આંધ્રપ્રદેશમાં જનસેનાએ પહેલી વાર બે સીટો જીતી છે. આ જ રીતે બિહારમાં હમનું પ્રતિનિધિત્વ પણ આ વખતે સંસદમાં થયુ છે.

Print