www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુનાગઢનાં બુટલેગર ધીરેન કારીયાનાં ડુપ્લીકેટ પાસપોર્ટની તપાસ મુંબઈ સુધી લંબાઈ


તપાસના કામે જુનાગઢ પોલીસ થાને પહોંચી: રાજસ્થાનનાં મિત્રની મદદથી એજન્ટ મારફત પાસપોર્ટ તૈયાર થયો હતો

સાંજ સમાચાર

જુનાગઢ તા.25
જુનાગઢ-સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતનો સૌથી મોટો ગણાતો બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયા ડુપ્લીકેટ પાસપોર્ટ મુંબઈમાંથી કઢાવી વિદેશ જતા રહેવાની પેરવીમાં હતો ત્યારે જુનાગઢ પોલીસે તેને દબોચી લીધો છે.

જુનાગઢ પોલીસે ધીરેન અમૃતલાલ કારીયાને સાથે રાખી મુંબઈ થાણેમાં તપાસ અર્થે હાથ ધરી છે. આ લીસ્ટેડ બુટલેગર સામે 60 જેટલા ગુન્હાઓ નોંધાયા છે તે જેલમાંથી છુટી ગયા બાદ વિદેશ ભાગી જવા માટે ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવ્યાની અને તે પાસપોર્ટ જુનાગઢ ગણેશનગરમાં રહેતા તેના મીત્ર અમીર ઉર્ફે ચેમ્પીયન ધીરુ રાઠોડના ઘરે સંતાડીને રાખેલ હોવાની બાતમીના આધારે પોલીસે તે ડુપ્લીકેટ પાસપોર્ટનો કબ્જો મેળવી બુટલેગર ધીરેન કારીયા જે ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ પણ છે તેનો જેલમાંથી કબ્જો મેળવી એ ડીવીઝન પીએસઆઈ ઓ.આઈ.સીદી આ શખ્સના રિમાન્ડ મેળવ્યા છે.

પુછપરછમાં ધીરેન કારીયાએ ડુપ્લીકેટ પાસપોર્ટ તેના રાજસ્થાન રહેતા મૃતક મીત્ર લક્ષ્મણ રબારી એ એજન્ટ મારફત બનાવી આપ્યાનું કબુલ્યુ હતું. આ તપાસમાં પીએસઆઈ સીદી ધીરેનને સાથે રાખી મુંબઈ થાને પહોંચ્યા છે.

Print