www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચુંટણીમાં જીત માટે ભગવાનના શરણે પહોંચ્યા નેતા, પ્રાર્થના કરી અને લોકોને મત આપવા અપીલ કરી


સાંજ સમાચાર

ન્યુ દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ના પાંચ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આઠ રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે. સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.  કેન્દ્રીય મંત્રી અને સંબલપુરથી ભાજપના લોકસભા ઉમેદવાર ધર્મેન્દ્ર પ્રધાનની સંબલપુરમાં ’મા સામલેશ્વરી’ મંદિરમાં પૂજા કરી હતી.

તે જ સમયે પુરી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાએ પુરીના એક મંદિરમાં પૂજા કરી હતી. આ સિવાય અન્ય ઘણા નેતાઓ પણ મંદિર પહોંચ્યા હતા. સંબિત પાત્રાએ પુરીના મંદિરમાં પૂજા કરી. પૂજા બાદ પત્રકારો સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, ’મેં મારો મત આપતા પહેલા પ્રાર્થના કરી છે. હું લોકોને અપીલ કરવા માંગુ છું કે બહાર આવો અને મતદાન કરો.આ ઉપરાંત કુરુક્ષેત્ર, હરિયાણાના બીજેપી ઉમેદવાર નવીન જિંદાલે પણ સિદ્ધેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

 

Print