www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગર અને તરસાઇમાં બે સ્થળે દરોડા પાડી પોલીસે ચાર મહિલા સહિત 11 શખ્સોને ઝડપ્યા


સાંજ સમાચાર

જામનગર તા.7: જામનગર જિલ્લામાં વધી રહેલાં જુગારના દૂષણ વચ્ચે પોલીસે જામનગર શહેરમાંથી અને જામજોધપુર તાલુકાના તરસાઇ ગામેથી જુગાર રમતાં કુલ 11 વ્યક્તિઓને ઝડપી લીધા છે. પોલીસે રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સિટી એ ડિવિઝન પોલીસ મથકેથી જુગારના આ દરોડાની વિગત મુજબ પોલીસે બાતમીના આધારે શહેરના રણજીતસાગર રોડ, કાલિંદી સ્કૂલ, આશીર્વાદ દીપ સોસાયટીના છેડે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં તિનપત્તીનો જુગાર રમતાં પ્રશાંતભાઇ દેવશીભાઇ નનેરા (રહે.રણજીતસાગર રોડ, સાધના કોલોની, જામનગર), નયનાબેન રાજુભાઇ બુધ (રહે.રણજીતસાગર રોડ, કાલિંદી સ્કૂલ પાસે, આશીર્વાદ દીપ સોસાયટી), ગીતાબેન પ્રકાશભાઇ બોરખતરિયા (રહે.રણજીતસાગર રોડ, મયુરગ્રીન અલખધણી, શેરી નં.4 પાસે, જામનગર), પુનમબેન વિનોદભાઇ મંગે (રહે.રણજીતસાગર રોડ, મયુરગ્રીન, શેરી નં.7 પાસે, જામનગર), સવિતાબેન માલદેભાઇ નંદાણિયા (રહે.ગોકુનગર, મુરલીધર સોસાયટી, શેરી નં.5, જામનગર) નામના ચાર મહિલા સહિત પાંચ વ્યક્તિઓને રંગેહાથ ઝડી પાડ્યાં હતાં. પોલીસે પકડાયેલા તમામના કબ્જામાંથી 16700 ની રોકડ કબ્જે કરી તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામજોધપુર પોલસે બાતમીના આધારે તરસાઇ ગામના નવાપરા વિસ્તારમાં શેરીમાં જાહેરમાં જુગાર રમતાં ભરતભાઇ ઉર્ફે કારો ઘેલાભાઇ મકવાણા (રહે.નવાપરા વિસ્તાર, ગામ.તરસાઇ, તા.જામજોધપુર), અશ્ર્વિનભાઇ દેવરાજભાઇ ઝીંઝુવાડિયા (રહે.નવાપરા વિસ્તાર, ગામ.તરસાઇ, તા.જામજોધપુર), વનરાજભાઇ ઉર્ફે વનકો કારાભાઇ લુદરિયા (રહે.નવાપરા વિસ્તાર, ગામ.તરસાઇ, તા.જામજોધપુર) નામના ત્રણ શખ્સોને 1880 ની રોકડ સાથે ઝડપી પાડી તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Print