www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચુડા પો.સ્ટે.ના ભાણેજડા ગામની પ્રાથમીક શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદામાલ સાથે પકડી પાડતી પોલીસ


સાંજ સમાચાર

વઢવાણ, તા.17
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક  ડો.ગીરીશ પંડયાએ સુરેન્દ્રનગર જીલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે તેમજ ઘરફોડ ચોરી તથા લોખંડ ચોરીના આરોપીઓ તાત્કાલીક પકડી પાડવા, તેમજ ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરનાર ઇસમો વિરૂધ્ધ ખાસ એકશન પ્લાન તૈયાર કરી હ્યુમનસોર્સ તથા નેત્રમ સી.સી.ટી.વી. તથા ટેકનીકલ સેલ ની મદદથી વધુમાં વધુ ગુન્હાઓ ડીટેકટ કરવા એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.વાય. પઠાણને સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ. 

જે અન્વયે એલ.સી.બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.વાય. પઠાણ એલ.સી.બી.સ્ટાફની અલગ અલગ ટીમો દ્વારા વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના અનડીટેક ગુનાઓના આરોપીને મુદામાલ સાથે તાત્કાલીક શોધી પકડવા માટે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી કાર્યવાહી હાથ ધરેલ,અને ઉંડાણપુર્વકની તપાસના અંતે ચોકકસ હકીકત મેળવી એલ.સી.બી.સ્ટાફ દ્વારા ચુડાથી કુડલા જવાન રસ્તે આવેલ કેનાલ પાસે થી મુનાભાઈ ભગુભાઈ ભાંભળા (કાઠી દરબાર) ઉ.વ.38 ધંધો-મજુરી રહે-ભાણેજડા ગામ તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળાને  લોખંડના આશરે 07 ફુટની લંબાઇના 15 પાઇપ જેનો વજન આશરે 85 કી.ગ્રા.જેની આશરે કી.રૂ.4250 તથા ચોરી કરેલ લોખંડના પાઇપમાંથી બનવેલ ખાટલા નં-02 વજન આશરે 35 કી.ગ્રા. જેની આશરે કી.રૂ.1750/-ગણી એમ કૂલ લોખંડ ફૂલ કી.ગ્રા.120 જેની કુલ કી.રૂ.6000/-ના મુદામાલ સાથે ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરી ચુડા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Print