www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સેક્સ વીડિયો કાંડના પ્રજવલની મુશ્કેલી વધી: ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ થઇ શકે છે


કર્ણાટકના મુખ્યમંત્રીએ વડાપ્રધાન અને વિદેશ મંત્રાલયને પ્રજ્વલનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવા માંગ કરી

સાંજ સમાચાર

બેંગ્લુરુ, તા.23
ચકચારી સેક્સ સ્કેન્ડલના આરોપી અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગોડાના પૌત્ર અને સસ્પેન્ડેડ જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાની મુશ્કેલી વધી છે. રેવન્નાનો  ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવાની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે.

કર્ણાટકના સીએમ સિદ્ધરમૈયાએ આ મામલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. સૂત્રોનું માનીએ તો વિદેશ મંત્રાલયને પણ રાજ્ય સરકાર તરફથી આવો જ પત્ર મળ્યો છે, જેના પર મંત્રાલય તરફથી કાર્યવાહી પણ શરૂ થઇ ગઇ છે.

સિદ્ધારમૈયાએ લખ્યું છે કે, એ શરમજનક છે કે પોતાના કુકર્મો ઉઘાડા પડી ગયા બાદ રેવન્ના પોતાની સામે એફઆઇઆર નોંધાવવાના કેટલાક કલાકો પહેલા પોતાના ડિપ્લોમેટિક પાસપોર્ટનો ઉપયોગ કરીને 27 એપ્રિલ 2024ના દેશ છોડીને જર્મની ચાલ્યો ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે રેવન્નાને દેશ છોડવા અને જર્મની જવાના સંદર્ભમાં મંત્રાલય તરફથી કોઇ મંજુરી નથી અપાઇ, મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે આ બાબતે કોઇ વિઝા નોટ પણ જાહેર નહોતી કરાઇ અને રાજદ્વારી પાસપોર્ટવાળી ભક્તિએ જરૂરત પણ નથી હોતી.

 

Print