www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના નાની વાવડી પાસે ટ્રાન્સપોર્ટના પૈસાની લેતી દેતી બાબતે આવેલ યુવાન છ દિવસથી ગુમ


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ)  મોરબી, તા.26

મોરબીમાં ટ્રાન્સપોર્ટનું કામકાજ કરતો યુવાન પૈસાની લેતી દેતી બાબતે મોરબી નજીકના નાની વાવડી ગામ પાસે કબીર આશ્રમ નજીક આવ્યો હતો અને ત્યાંથી તે ગુમ થયો હોય હાલમાં ગુમ થયેલા યુવાનના ભાઈ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદની આસોપાલવ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ રમેશભાઈ કૈલા જાતે પટેલ (40)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો નાનો ભાઈ જીતેન્દ્રભાઈ રમેશભાઈ કૈલા જાતે પટેલ (34) રહે. આસોપાલવ સોસાયટી હળવદ વાળો મોરબીના વાવડી ગામ નજીકથી ગુમ થયો હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, ગત તા. 20/6/24 ના બપોરના 2:00 વાગ્યાના અરસામાં મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ નજીક તેનો ભાઈ આવ્યો હતો અને ત્યાંથી તે ગુમ થયેલ છે ત્યારબાદ તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવે છે અને તેનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી.

વધુમાં શૈલેષભાઈ કૈલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે તેના ભાઈને જે.આર રોડલાઇન્સ નામથી ટ્રાન્સપોર્ટ આવેલ છે અને ટ્રાન્સપોર્ટના પૈસાની લેતી દેતી બાબતે તે વાવડી નજીક આવેલ કબીર આશ્રમ પાસે ગયો હતો અને ત્યાથી તે ગુમ થયેલ છે અને જે તે સમયે તેના નાના ભાઈના પત્નીના મોબાઇલ ફોન ઉપર વ્હોટસએપ કોલ આવ્યો હતો અને ત્યારબાદ તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો છે અને કોઈપણ જગ્યાએથી તેનો પતો લાગી રહ્યો નથી જેથી કરીને પરિવારજનો અને પોલીસ બંને ગુમ થયેલા જીતેન્દ્રભાઈ કૈલાને શોધી રહ્યા છે.

Print