www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી વેપારીનું અપહરણ કરનાર ત્રણની ધરપકડ


ઉઘરાણી માટે ડખ્ખો થયો હતો: કાર પણ કબ્જે

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.25 
વાંકાનેરની ઢુવા ચોકડી નજીકથી પૈસાની ઉધરાણી બાબતે વેપારીને લાકડી વડે માર માર્રી જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાયા બાદ તાલુકા પોલીસ અને એલસીબી ટીમે આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા. 23 ના રોજ મોરબીના મકનસર ગામે રહેતા ગીરીશભાઈ મહેશભાઈ મોહેનાની એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી કે તે સાંજના સુમરાએ ઢુવા ચોકડી પાસે હોય દરમિયાન આરોપી રણજીતભાઈ સોમાભાઈ દુમાડીયા પાસેથી અગાઉ હાથ ઉછીના રૂપિયા રૂ.53000 લીધેલ હોય જેમાંથી રૂપિયા 8000 આપી દીધેલ અને બાકીના રૂપિયા પરત નહિ આપતા આરોપી રણજીતભાઈ સોમાભાઈ, નીલેશભાઈ સોમાભાઈ અને જયસુખભાઈ મનસુખભાઈ એ એકસંપ કરીને ગીરીશભાઈનું અપાહન કરી કાળા કલરની ફોર વ્હીલ કારમાં લઇ જઈને લાકડીથી માર મારી તથા ટાટીયા ભાંગી નાખાવનો ભય બતાવી ગીરીશભાઈ પાસેથી રૂપિયા 1500 બળજબરીથી કાઢવી લઇ બાકી નીકળતા રૂપિયા આપી દેવા અથવા કોઈ પાસેથી મંગાવી લેવા દબાણ કરી ઢીકા પાટુંનો માર મારી ઈજા પહોચાડી રૂપિયા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જે બાદ વાંકાનેર તાલુકા પોલીસ અને એલસીબી ટીમે તપાસ હાથ ધરી ગીરીશભાઈને છોડાવીને આરોપીઓને આરોપી રણજીતભાઈ સોમાભાઈ દુમાદીયા, નીલેશભાઈ સોમાભાઈ દુમાંદીયા અને જયસુખભાઈ ઉર્ફે જયુ મનસુખભાઈ લીંબાડીયાને ઝડપી પાડી તેની પાસેથી કાળા કલરની સ્વીફ્ટ કાર, રોકડ રકમ રૂ. 1500 અને વાસની લાકડી કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Print