www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગરમાં ત્રણ સ્થળે દારૂના દરોડામાં ત્રણ ઝડપાયા


સાંજ સમાચાર

જામનગર તા.17:

જામનગર શહેરમાંથી પોલીસે વધુ ત્રણ સ્થળોએ દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નવાગામ ઘેડ વિસ્તારમાંથી 35 બોટલ અને ગુલાબ નગરમાંથી 19 બોટલ દારૂ સાથે પોલીસે બે શખ્સોને પકડી પાડી તેમને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની વિગત એવી છે કે જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ રાઠોડ ફરીમાં રહેતો ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ જાડેજા નામનો શખ્સ દારૂ નું વેચાણ કરતો હોવાની પોલીસને બાદમી મળી હતી. આથી પોલીસે રેડ પાડી હતી જ્યાં તપાસ હાથ ધરતા 9600 ની કિંમત ની 24 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દરમીયાન આરોપી હાજર ન મળતા પોલીસે ધર્મેન્દ્રસિંહ ને ફરારી જાહેર કરી તેમની શોધ ખોળ હાથ ધરી છે.

બીજા દરોડા ની વિગત એવી છે કે શહેરના ગુલાબ નગર વિસ્તારમાં આવેલ મોહનનગરના ઢાળિયા પાસે દિવ્યરાજસિંહ નારુભા જાડેજા અને વિપુલ જયેશભાઈ મકવાણા નામના શખ્સ શંકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. જેમની તલાસી લેતા 19 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂ મોબાઈલ સહિત 24,500 નો મુદ્દામાલ કબજે કરી બંનેની અટકાયત કરી હતી અને તેમની વિરુદ્ધ પ્રોહીબિશન ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

સિટી બી ડિવિઝન પોલીસ મથકેથી આ દારૂના દરોડાની જાણવા મળતી વિગત અનુસાર એલસીબી પોલીસના મયુરસિંહ પરમાર અને હરદીપભાઇ બારડને બાતમી મળી હતી કે ભગવતીપ્રસાદ ઉર્ફે મુનો માટેલ ભગવાનદાસ જામવેજા (ઉ.વ.47, રહે.રામેશ્ર્વરનગર, માટેલ ચોક, ગઢવી સમાજની વાડી પાછળ, જામનગર) નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી દારૂનો વેપલો કરે છે.

આ ચોક્કસ હકીકતના આધારે પોલીસે આ જગ્યાએ રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરની તલાશી લેતાં ઘરમાથી રૂા.4400 ની કિંમતની 11 બોટલ દારૂ અને રૂા.5000 ની કિંમતનો એક ફોન મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ રૂા.4900 ના મુદ્દામાલ સાથે ભગવતીપ્રસાદને ઝડપી લીધો હતો. પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતાં તેણે આ દારૂની બોટલો દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (રહે.શાંતિનગર, જામનગર) નામના શખ્સ પાસેથી લીધો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે દશરથસિંહને ફરારી જાહેર કરી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Print