www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉપલેટા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે ઠુંમર,વાઈસ ચેરમેન પદે ઘેટીયા ચૂંટાયા


સાંજ સમાચાર

(જગદીશ રાઠોડ)
ઉપલેટા તા.1
 અહિંના માર્કેટ યાર્ડ ખાતે બીજી ટર્મના અઢી વર્ષ માટે ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણીમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી જીલ્લા પ્રમુખ વ્હીપ લઈને આવતા તેમણે તમામ સભ્યોને ચેરમેન તરીકે હરીભાઈ ઠુંમર અને વાઈસ ચેરમેન તરીકે વિનુભાઈ ઘેટીયાની વ્હીપ આપતા તેમાં વાઈસ ચેરમેન તરીકે સર્વાનુમતે વિનુભાઈ ઘેટીયા બિનહરીફ જાહેર થયેલા.

જયારે પ્રમુખ માટે વ્હીપની ઉપર જઈને પરેશભાઈ ઉચદડીયાએ ચુંટણી લડવાનું જાહેર કરતા ચુંટણી અધિકારી રજીસ્ટારે ચુંટણીની પ્રક્રિયા શરૂ કરાવેલ તે પહેલા ફરીથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ઠેઠ ગાંધીનગર વ્હીલ મોકલાવેલ પ્રદેશ પ્રમુખની વ્હીપનો પણ અનાદર કરી પરેશ ઉચદડીયાએ ચુંટણી લડવાની જીદ કરતા રજીસ્ટારની હાજરીમાં તમામ સભ્યોનું મતદાન કરવામાં આવેલ.

તેમાં બે સરકારી સહીત કુલ 19 સભ્યોમાંથી બે સભ્યો સંજયભાઈ માકડીયા અને કિશોરભાઈ બાબરીયા ગેરહાજર હોય તેથી 17 સભ્યોએ મતદાન કરતા તેમાં ચેરમેન તરીકે બહુમતી 11 મતથી ગધેથળ લાલબાપુના સેવક અને જીલ્લા ધુરંધર સહકારી આગેવાન હરીભાઈ ઠુમર (ભોલે) ચેરમેન તરીકે ચુંટાઈ આવેલ હતા. જયારે સામે પક્ષે ઉભા રહેલા પરેશભાઈ ઉચદડીયાને માત્ર 6 મત મળતા તેમનો રકાશ થયો હતો.

આ પ્રસંગે જીલ્લા ભાજપના આગેવાન નરશીભાઈ મુંગલપરા, શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાદરીયા, પુર્વ નગરપતી દાનભાઈ ચંદ્રવાડીયા, મયુરભાઈ સુવા, સ્કુલ બોર્ડના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડીયા, પૂર્વ ચેરમેન જેન્તીભાઈ બરોચીયા, ભાજપના આગેવાનો ભાવેશભાઈ સુવા, નિતીનભાઈ અઘેરા, વિક્રમસિંહ સોલંકી, ઉતર ઠુંમર, કિશનભાઈ વસોયા, નિલુભાઈ ગોંધીયા, ભાવેશભાઈ સુવા, મહેનભાઈ રાવલ, ભાદાભાઈ બોરખતરીયા, અશોકભાઈ લાડાણી, કમલેશભાઈ ભારાઈ સહીત યાર્ડના સભ્યો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Print