www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આહિર સમાજ અગ્રણી તેમજ પૂર્વ શહેર તાલુકા ભાજપ મહામંત્રી ભુપત સેગલીયાનો આજે જન્મદિવસ


સાંજ સમાચાર

રાજકોટ, તા.25
અખીલ ભારતીય મચ્છોયા આહિર સમાજ દ્વારકાના આહીર અગ્રણી અને સમાજ સેવક તેમજ મુંજકા ગામના ભૂતપૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી ભુપતભાઇ સેગલીયાનો આજે જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના 61માં વર્ષ પૂર્ણ કરી 62માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. 

ભુપતભાઈ સેગલીયા તરફથી મુંજકા ગામને રાજકોટ શહેર મહાનગરપાલીકામાં ભેળવવા માટે અનેક પ્રયત્નોને અંતે સફળતા મળી હતી. તેઓની અનેક રાજકીય અને સામાજીક સેવા પ્રવૃત્તિઓ સાથે તેઓએ અનેક ક્ષેત્રોમાં સેવાકીય કાર્યો કરેલ છે.

અખીલ મચ્છોયા આહીર સમાજ દ્વારકાના ટ્રસ્ટી તરીકે પણ જવાબદારી નિભાવી રહેલ છે. અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ભુપતભાઈ સેગલીયા જન્મદિવસ નિમિત્તે કૌટુંબીક સભ્યો, મિત્રો, શુભેચ્છકો પાસે મો.નં.98250 77480 પર શુભેચ્છાઓ મળી રહી છે.

Print