www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભચાઉ પાસે ટ્રેઇલરે ટ્રેકટરને કચડી નાખ્યુ : ત્રણ ખેડુતના મોત


સવારે સામખીયાળીના રસ્તે કરૂણ અકસ્માત: એરંડા ભરીને યાર્ડમાં માલ વેંચવા જતા હતા : મૃતકો શિવલખા ગામના...

સાંજ સમાચાર

(ગની કુંભાર) ભચાઉ, તા. 25
ભચાઉમાં આજે સવારે ટ્રેઇલરે ટ્રેકટરને હડફેટે લેતા ત્રણ ખેડુતના મોત નિપજતા અરેરાટી ફેલાઇ છે. આ કિસ્સામાં આજે સવારે માર્કેટ યાર્ડ ખાતે એરંડા વેંચવા જતા હતા ત્યારે કરૂણ બનાવ બન્યો હતો અને હાઇવે પર એમ્બ્યુલન્સ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. 

ભચાઉમાં આજે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ભચાઉના લાકડીયા-સામખિયાળી વચ્ચે રાયમલબાપની મઢી નજીક ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. ટ્રેલરની ટક્કર લાગતા ટ્રોલી સાથે ટ્રેક્ટર આખુ પલટી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રોલીમાં સવાર એક જ ગામના ત્રણ લોકોના મોત થયા છે. જેમાં 
એકના તો ચીથરા ઉડી ગાય હતા. જ્યારે ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઈજા પહોચી હતી.

બે લોકોના ઘટનાસ્થળે અને એકનું સારવારમાં મોત થયુ હતું. આ અંગે શિવલખા ગામના ટ્રેકટર ચાલક બહાદુરસિંહ સામતસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આજે સવારે 8 થી 8.15ના અરસામાં આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રેક્ટરની ટ્રોલી ઉપર બેઠેલા શિવલખાં ગામના 20 વર્ષીય લકીરાજસિંહ અજીતસિંહ જાડેજા, 55 વર્ષીય જીલ્લુભા ભુરજી જાડેજા અને મિતેષ હરખા અનુસુચિતના કરૂણ મોત થયા હતા. આ બનાવ અંગે લાકડીયા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. 
મૃતકો ખેડુત હોવાનું અને એરંડા ભરીને માલ વેંચવા જતા હોવાનું બહાર આવ્યું છે. 

Print