www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જસદણના ઝુંડાળા ગામે વીજ શોક લાગતા પટેલ યુવાનનું કરૂણ મોત


સાંજ સમાચાર

(ધર્મેશ કલ્યાણી દ્વારા)
 જસદણ તા. 25 : જસદણ તાલુકાના ઝુંડાળા ગામે પટેલ યુવાનને વીજ શોક લાગતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ અંગેની વિગતો મુજબ જસદણ તાલુકાના ઝુંડાળા ગામે વાડીએ પાણીની ઇલેક્ટ્રિક મોટર શરૂ કરવા જતા પટેલ યુવાન કિશોરભાઈ કુરજીભાઈ પદમાણી (ઉ. વ. 48)ને વીજ શોક લાગતાં તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. 

આ પટેલ યુવાન વાડીએ ખેતરમાં કામ કરતા હતા એ દરમિયાન ખેતરમાં વીજ મોટર ચાલુ કરવા ગયો હતો અને વીજ શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને  જસદણ તાલુકાના  સાણથલી આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે ઝુંડાળાના પદમાણી પરિવારમાં કલ્પાંત  ફેલાયો છે. 

Print