www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબી નજીક યુવાનને છરીના ઘા ઝીકિ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં બે આરોપી ઝડપાયા


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.1
મોરબી નજીક આવેલ કારખાને કામ પૂરું કરીને યુવાને તેના મિત્ર સાથે ચાલીને મિત્રન રૂમ ઉપર જઇ રહ્યો હતો ત્યારે બે શખ્સોએ ત્યાં આવીને યુવાન અને તેના મિત્રની સાથે ઝપાઝપી કરી હતી અને યુવાનને છાતી અને પડખાના ભાગે છરીના બે ઘા ઝીકિ દીધા હતા અને યુવાન પાસેથી મોબાઇલ ફોન અને રોકડા રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને લૂંટમાં ગયેલ મુદામાલને રિકવર કરી લઈને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીમાં ઇન્દિરાનગરની પાછળના ભાગમાં આવેલ સનવર્ડ સિરામિક કારખાનાની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ગૌતમભાઈ હરિશ્ચંદ્ર વર્મા જાતે પટેલ (26) નામનો યુવાન તેના મિત્ર સાથે પોતાના કારખાનેથી કામ પૂરું કરીને પોતાના મિત્રના રૂમ ઉપર પગપાળા ચાલીને જઈ રહ્યો હતો.

ત્યારે તેની પાછળ આવી રહેલા બે શખ્સો આવી રહ્યા હતા તેને યુવાન સાથે ઝપાઝપી કરીને તેની પાસેથી રેડમી કંપનીનો 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ તથા રોકડા 500 રૂપિયાની લૂંટ કરી હતી અને ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા ગૌતમભાઈ વર્માને છાતી અને પડખાના ભાગ છરીના ઘા મારવામાં આવ્યા હતા જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ ગૌતમભાઈ વર્માએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી.

જેના આધારે પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી મયુર ઉર્ફે મયલો મોતીભાઈ સુસરા જાતે ભરવાડ (24) રહે. વીસીપરા મોરબી અને સાહિલ ઉર્ફે સાયલો ઇલ્યાસભાઈ કટિયા જાતે મિયાણા (20) રહે. વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

વધુમાં તપાસનીસ અધિકારી પીએસઆઈ એસ.વી. સામાણી પાસેથી મળેલ માહિતી મુજબ મયુર મોતીભાઈ સુસરાએ યુવાનને છરી મારી હતી અને તેની પાસેથી આરોપીઓએ મોબાઈલ અને રોકડાની લૂંટ કરી હતી આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ સામે હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

Print