www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉનાની લૂંટમાં ગુનાનાં ફરાર બે આરોપીઓને પોલીસે ગણતરીનાં કલાકોમાં દબોચ્યા: ધરપકડ


ઝડપાયેલ બંને આરોપીઓની અગાઉ 7 ગુનામાં સંડોવણી ખુલી

સાંજ સમાચાર

ઉના,તા.29
ઊના માં લૂંટના ગુન્હાના સંડોવાયેલા નામચીન બે શખ્સો ને ગણતરીના કલાકમાં જડપી લીધાં, સર્વેલન્સ સ્કોર્ડ એ બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી મુદામાલ કબજે કર્યો ઉના પોલીસ.ઇન્સ.એમ.એન.રાણા પો.સબ.ઇન્સ એચ.એલ.જેબલીયા  એ.એસ.આઇ.ધર્મેન્દ્રસિહ, દિલીપભાઇ, તથા એ.એસ.આઇ જોરૂભા, પો.હેડ.કોન્સ નાનજીભાઇ, પો.હેડ.કોન્સ હરપાલસીહ, તથા પો.હેડકોન્સ. પ્રતાપભાઈ સહિતનાં સ્ટાફ દ્વારા પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન બાતમી આધારે ઉના પો.સ્ટે.લુંટના ગુન્હાના સંડોવાયેલા બે  આરોપીઓ ઉના બસ સ્ટેશનના જાપા પાસે ઉભેલ હોય અને  મોબાઇલ ફોન વેચવા માટે બસ સ્ટેશનમાં આવતા-જતા લોકોને ઉભા રાખે છે .

તેવી હકીકત મળતા બન્ને ઇસમો શંકાસ્પદ હોય  નામ-પુછતાં  કુણાલ ઉર્ફે સુજલ રવિભાઇ બાંભણીયા ઉ.વ.19  રહે.ઉના  (2) નિતીન ઉર્ફે ગીગો મોહનભાઇ રાઠોડ ઉ.વ.20 રહે ઉના  બન્ને શખ્સ પાસેથી  વિવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-02 મળેલ હોય  મોબાઇલ ફોન બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી મોબાઇલના બીલ કે તે અંગેના કોઇ આધારપુરાવા પોતાની પાસે નહી હોવાનુ  જણાવેલ જેથી યુકતિ પ્રયુક્તિથી પુછપરછ કરતા હકીકત જાણવા મળેલ કે ઉના સર્કીટ હાઉસની સામે રોડ ઉપર બન્ને આરોપીઓ મો.સા.લઇને આવેલ અને મીલનભાઇ કનુભાઇ સોસા તથા ધવલભાઈ મનુભાઈ સોસા સાથે ગાળાગાળી કરી શરીરે આડેધડ ઢીકા પાટુના માર મારી મીલનભાઇ કનુભાઇ સોસા પાસેનો વિવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન આશરે કિ.રૂ.7000 ધવલભાઈ પાસેનો વિવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન  કિ.રૂપ000  કુલ કિ.રૂ 12000 મોબાઇલ ફોન ખીસ્સામાથી કાઢી લઇ ચોરી કરેલાનુ જાણાવતા મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉના પો.સ્ટે.સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા પ્રશંસનીય કામગીરી કરેલ હતી.

આરોપી કુણાલ બાંભણીયા અગાઉ ત્રણ ગુન્હા માં સંડોવાયેલા તેમજ નિતિન અગાઉ 7 જેટલાં ચોરી લુંટ દુષ્કર્મ જેવાં ગંભીર ગુન્હા મોર્ડન ઓપરેટિંગ દ્વારા ખુણાખાચા લઈ ડરાવી ધમકાવી ને આચરતા હોવાનું પો.ઇન્સ.એમ.એન.રાણા.તથાપો.સબ.ઇન્સ. એચ.એલ.જેબલીયાએ જણાવ્યું હતું  નામચીન લુંટ માં સંડોવાયેલા આ બંને શખ્સો ને પકડી પાડવા ઉના પોલીસ નાં સ્ટાફ માનસિંહ તથા દિલીપભાઇ,. ધર્મેન્દ્રસિંહ,જોરૂભા , નાનજીભાઇ  હરપાલસીહ,. પ્રતાપભાઇ, વિજયભાઇ , રાહુલભાઇ , રવિસિંહ એ ચતુરાઈ પૂર્વક કામગીરી કરી હતી.

Print