www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ: ત્રણ મહિલા સહિત સાત જુગારી ઝડપાયા


સાંજ સમાચાર

(જિગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 1
મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્રણ મહિલા સહિત કુલ મળીને સાત જુગારીઓ ઝડપાયા હતા જેથી પોલીસે તેઓની પાસેથી રોકડ રકમ કબજે કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ચોરા વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી.

ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ગોપાલભાઇ પ્રાગજીભાઇ સોલંકી જાતે ખવાસ રાજપુત (72) રહે. ત્રીજી પાર્ક વાવડી રોડ મોરબી, વિવેકભાઈ ઉમેશભાઈ સોલંકી જાતે ખવાસ રજપુત (30) રહે. સમજુબા સ્કૂલ વાળી શેરી નાની વાવડી મોરબી, જયશ્રીબેન પ્રવીણભાઈ વરાણીયા જાતે કોળી (35) રહે. ત્રાજપર બેંક વાળી શેરી મોરબી, હંસાબેન કેશાભાઈ વરાણીયા જાતે કોળી (40) રહે ત્રાજપર ચોરા વાળી શેરી મોરબી અને શારદાબેન કાંતિલાલ પાડલીયા જાતે કોળી (43) રહે સિલ્વર સોસાયટી જુના ઘૂટું રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 10,700 ની રોકડ સ્થળ ઉપરથી કબજે કરી હતી. આવી જ રીતે જુગારની બીજી રેડ ત્રાજપર વિસ્તારમાં અવેળા પાસે કરવામાં આવી હતી.

ત્યારે ત્યાં જાહેરમાં સ્થળ ઉપર જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હોય પોલીસે સંજયભાઈ ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયા જાતે કોળી (30) રહે ત્રાજપર મોરબી અને ફિરોજભાઈ ઇસ્માઈલભાઈ બલોચ જાતે મકરાણી (36) રહે. નકલંગ કારખાનામાં મકનસર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,270 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે 
 

મારા મારીમાં ઇજા
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ અજંતા કારખાના પાસે પોલીપેકના કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજવીર વ્રજપાલ (27) રહે. અજંતા ક્લોક પાસે મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી

Print