www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પિસ્તોલ શુટીંગ કોમ્પીટીશનમાં ગોંડલના બે યુવાનો ચેમ્પિયન


સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.29
તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જેમાં 50 મીટર પિસ્તોલ કોમ્પિટિશનમાં ગોંડલના જય નિતિનભાઇ ઠાકર પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યા હતા અને કૃષ્ણકુમારસિંહ મોહનસિંહ જાડેજા એ ત્રીજું સ્થાન મેળવી બ્રાન્ઝ મેડલ જીતેલ છે.રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં ગોંડલનાં બે યુવાનોએ ચેમ્પિયન બની ગોંડલ નું ગૌરવ વધાર્યુ છે.

Print