www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નીટ વિવાદ વચ્ચે UPSCનો મોટો નિર્ણય


પરીક્ષાઓમાં હવે AI થી સજ્જ સીસીટીવીનો ઉપયોગ કરાશે

સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.25
નીટ, નેટ પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલા વિવાદો વચ્ચે દેશની અગ્રણી ભરતી સંસ્થા જીવીએસસી (યુનિયન પબ્લીક સર્વિસ કમીશન)એ UPSCએ પોતાની વિભિન્ન પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવા માટે ચેહરાની ઓળખ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી (AI) આધારિત  સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.

તેણે તાજેતરમાં જ બે ટકેનિકલ સોલ્યુશન તૈયાર કરવા માટે અનુભવી જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસેથી બોલી આમંત્રિત કરવા માટે એક નિવિદા જાહેર કરી છે. આધાર બેઝ્ડ ફિન્ગરપ્રિન્ટ ઓથેન્ટીકેશન અને ઉમેદવારોના ચેહરાની ઓળખ તથા ઇ એડમિટ કાર્ડના ક્યુઆર કોડનું સ્કેનિંગ કરવા માટે પરીક્ષા પ્રક્રિયા દરમિયાન લાઇવ એઆઇ આધારિત સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ ઉપયોગમાં લેવામાં આવશે.

બંધારણીય સંસ્થા યુપીએસસી 14 મુખ્ય પરીક્ષાઓનું આયોજન કરે છે. જેમાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ (IAS), ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS) અને ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ના અધિકારીઓની પસંદગી કરતી પ્રતિષ્ઠિત સિવિલ સેવા પરીક્ષા પણ સામેલ છે. યુપીએસસી કેન્દ્ર સરકારના ગુ્રપ એ અને ગુ્પ  બીના પદો પર ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુનું આયોજન કરે છે.

લેહ, કારગીલ, શ્રીનગર, ઇમ્ફાલ, અગરતલા, ઐઝવાલ અને ગેંગટોક સહિત અન્ય પ્રમુખ શહેરોમાં મહત્તમ 80 કેન્દ્રો પર  યોજવામાં આવતી પરીક્ષામાં 25 લાખથી વધુ ઉમેદવારો હોય છે.

યુપીએસસી સ્વતંત્ર, નિષ્પક્ષ રીતે પોતાની પરીક્ષાઓના સંચાલનને ખૂબ જ મહત્ત્વ આપે છે. આ ઉદ્દેશોને પૂર્ણ કરવાના પોતાના પ્રયાસમાં આયોગ બાયોમેટ્રિક વિગતોના ક્રોસ ચેક માટે આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવાનો ઇરાદો રાખે છે. 

 

Print