www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટના જાણીતા એડવોકેટ વિજય વ્યાસના પુત્રી વાણીબેનનું ઓસ્ટ્રેલિયા ખાતે હાર્ટએટેક આવતા નિધન


33 વર્ષીય વાણીબેન છેલ્લા બે વર્ષથી ઓસ્ટ્રેલિયાના પર્થમાં પતિ પ્રતિક ગાંધી સાથે રહેતા હતા, બનાવની જાણ થતાં રાજકોટથી પરિવાર ઓસ્ટ્રેલિયા જવા રવાના

સાંજ સમાચાર

રાજકોટ, તા.26
રાજકોટના જાણીતા એડવોકેટ વિજય વ્યાસના પુત્રી વાણીબેનનું ઓસ્ટ્રેલિયા ખાતે હાર્ટ એટેક આવતા નિધન થયું છે. 33 વર્ષીય વાણીબેન છેલ્લા બે વર્ષથી ઓસ્ટ્રેલિયાના પર્થમાં પતિ પ્રતિક ગાંધી સાથે રહેતા હતા. બનાવની જાણ થતાં રાજકોટથી પરિવાર ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો છે.

મળેલી જાણકારી મુજબ, વાણીબેન આજે સવારે તેમના વર્ક પર જવા માટે તૈયાર થયા બાદ એકાએક કાર્ડિયાક એરેસ્ટ આવતા તેમનું દુ:ખદ અવસાન થયું છે. રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલ વિજય વ્યાસ અને તેમના ધર્મપત્ની ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા છે.

વાણીબેન થોડા સમય પહેલા જ એક મહિના માટે રાજકોટ આવ્યા હતા અને તમામ પરિવારજનો સાથે સમય વિતાવ્યો હતો. પછી પરત ઓસ્ટ્રેલિયા ગયા જતા. તેમના લગ્ન 3 વર્ષ પૂર્વે જ થયા હતા. વાણીબેન વ્યાસ ગાંધી (ઉ.વર્ષ 33) તે રાજકોટના જાણીતા એડવોકેટ વિજય ચંદ્રકાંત વ્યાસના પુત્રી હતા. ઓસ્ટ્રેલિયા, પર્થ ખાતે અભ્યાસ કર્યા બાદ પ્રતીક ગાંધી સાથે ચાર વર્ષ પહેલા લગ્ન કરી ત્યાં જ સ્થાઇ થયેલ હતા.

આજે તા. 26 જૂન ના રોજ સવારે સિવિયર હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું. વાણીબેનના પરિવારમાં માતા રૂપલબેન વ્યાસ, ભાઈ વિવેક વ્યાસ ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં સ્થાયી છે. કાકા એડવોકેટ પ્રદીપભાઈ વ્યાસ, કાકી અલ્પાબેન વ્યાસ, પતિ પ્રતીક ગાંધી, સસરા નિલેશભાઈ અને સાસુ સ્વાતિબેન સહિત સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડેલ છે. અહીં રાજકોટ રહેતા પરિવારજનોને જાણ થતાં બધા હાલ ઓસ્ટ્રેલિયા જવા નીકળેલ છે. 

વ્યાસ પરિવાર પર આવી પડેલી વીપદામાં તમામ પરિવારજનો શોકની લાગણીમાં ગરકાવ થઈ ગયા છે.

Print