www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબી શહેરમાં જુદીજુદી દારૂની રેડ: ચાર આરોપીની ધરપકડ


સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ ) મોરબી તા 17
મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ અને હળવદ તાલુકાનાં માથક ગામના ઝાપા પાસે દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની નાની-મોટી કુલ મળીને સાત બોટલોને પોલીસે કબજે કરી હતી અને હાલમાં ચાર આરોપીઓને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશને ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીની બાજુમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો

ત્યારે તેની પાસેથી વ્હીસ્કીની મોંઘી દાટ બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 1700 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરીને દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા જાતે દરબાર (32) રહે ભાગ્યલક્ષ્મી સોસાયટીની બાજુમાં શિવ પાર્ક સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે સીએનજી પમ્પ બાજુ જવાના રસ્તા ઉપરથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી રમની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 600 ની કિંમતથી દારૂની બોટલો કબજે કરીને આરોપી જયપ્રકાશ કાંતિલાલ ભઠર જાતે વાણીયા (31) રહે રામકૃષ્ણનગર એલ-9 મોરબી વાળાની ધરપકડ કરી છે અને આ બંને શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો

મોરબીની નાની બજાર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 375 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી સિકંદર ઉર્ફે સીકલો રજાકભાઈ બલોચ જાતે મકરાણી (32) રહે. કાલિકા પ્લોટ મતવા મસ્જિદ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે

હળવદ તાલુકાના માથક ગામના ઝાપા પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની બે બોટલો મળી આવતા પોલીસે 200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને અનિલભાઈ બાબુભાઈ બાહોપીયા જાતે કોળી (30) રહે શક્તિનગર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન નોંધવામાં આવેલ છે

Print