www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિરાટ કોહલીએ ‘તુનક તુનક તુન...’ પર ડાન્સ કર્યો; અર્શદીપ અને રિંકુ સિંહ સાથે મેદાન પર પંજાબી સ્ટાઈલમાં ઉજવણી કરી


સાંજ સમાચાર

બાર્બાડોસમાં શનિવારે રમાયેલી અંતિમ T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતે ICC  ટ્રોફી જીતવા માટે 11 વર્ષની રાહનો પણ અંત કર્યો. ભારતે છેલ્લી વખત ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં જીતી હતી.

જો કે આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો. ભારતની આ જીતથી તમામ ખેલાડીઓની આંખોમાં ખુશીના આંસુ હતા. જો કે આ શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા માટે સેલિબ્રેશનનો દિવસ હતો.

જ્યારે સેલિબ્રેશનની વાત આવે છે તો વિરાટ કોહલીથી શ્રેષ્ઠ કોઈ નથી. મેચ દરમિયાન જ્યારે પણ કોઈ ગીત વગાડવામાં આવે છે ત્યારે વિરાટ મેદાનમાં જ ડાન્સ કરે છે અને આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. કોહલી આમાં કેવી રીતે પાછળ રહી શકે? તેણે અર્શદીપ સિંહ સાથે મળીને ધમાલ મચાવી હતી. 

વિરાટ કોહલી અને અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપની ઉજવણી સંપૂર્ણપણે પંજાબી સ્ટાઈલમાં કરી હતી. આ બંને બાર્બાડોસના મેદાનમાં બોલિવૂડ પંજાબી ગાયક દલેર મહેંદીના ગીત તુનક તુનક તુન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ બંને ખેલાડીઓ ગળામાં વિજય ચંદ્રક સાથે ભાંગડા કરીને ઉજવણી કરી રહ્યા હતા. જોકે, બાદમાં જસપ્રિસ બુમરાહ, અક્ષર પટેલ, રિંકુ સિંહ અને મોહમ્મદ સિરાજ પણ તેની સાથે ડાન્સમાં જોડાયા હતા.

Print