www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવનો ખુલાસો

અમે માતા-પિતાના દબાણમાં આવીને લગ્ન કરેલા: કિરણ રાવ


જો કે તલાકશુદા કિરણ રાવ લગ્ન સંસ્થાના વખાણ કરતા કહે છે - તે સુરક્ષા અને સ્થિરતા આપે છે

સાંજ સમાચાર

મુંબઇ, તા.24
કિરણ રાવે આમિર ખાન સાથે વર્ષ 2005માં લગ્ન કર્યા હતા અને 2021માં તેમના તલાક થઇ ગયા હતા. કિરણ રાવ હાલમાં તેની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને લઇને ચર્ચામાં આવી હતી. જે લોકપ્રિય રહી હતી.

કિરણ આમિર સાથે તલાકને લઇને અનેકવાર વાત કરી ચૂકી છે. તાજેતરમાં તેણે એક નવો ખુલાસો કર્યો હતો તેણે જણાવ્યું હતું કે તે અને આમિર લગ્ન પહેલા એક વર્ષ સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા હતાં. તેણે જણાવ્યું હતું કે મા-બાપના દબાણમાં આવીને તેમણે લગ્ન કર્યા હતાં. એક યુ-ટ્યુબ ચેનલમાં વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે લગ્ન એક સુંદર વસ્તુ છે, પણ લોકો તેને નજર અંદાજ કરે છે.

આ સ્થિતિઓમાં મહિલાઓને હંમેશા ઓછો સમય મળે છે. કારણ કે તેની પાસે ઘર અને પતિના પરિવારની સાથે સંબંધ જાળવી રાખવાની આશા રાખવામાં આવે છે.
કિરણે જણાવ્યું હતું કે મને લાગે છે કે આપ લગ્નને કઇ રીતે લો છો, તેની કેવી વ્યાખ્યા કરો છો, આ ઘણું જ મહત્વનું છે. કારણ કે એક જરૂરી ઉદેશ માટે છે અને પછી સામાજિક સ્વીકૃતિ ઘણા લોકો માટે મહત્વ રાખે છે. તે બાળકો માટે પણ મહત્વ રાખે છે. લગ્ન આપને ખૂબ જ બહેતરિન વસ્તુઓ આપે છે. તે આપને એક નવો પરિવાર આપે છે તે આપને સંબંધ આપે છે, આપને સુરક્ષા અને સ્થિરતાની ભાવના આપે છે.

 

 

Print