www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સરોડી હેલિપેડ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત


સાંજ સમાચાર

રાજ્યભરમાં કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ - 2024ની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે.જે અંતર્ગત આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામે બાળકોનાં નામાંકન અર્થે પધાર્યા હતા. મુખ્યમંત્રીનું સરોડી હેલિપેડ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું. 

આ વેળાએ જિલ્લા કલેકટર કે.સી.સંપટ, પોલીસ અધિક્ષક ડો. ગિરીશ પંડ્યા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, અગ્રણી સર્વેઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, જયેશભાઈ પટેલ, ધીરૂભાઈ સિંધવ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પાંચાળ ભૂમિ પર પુષ્પગુચ્છ થકી મીઠેરો અને અદકેરો આવકાર આપી સ્વાગત કર્યું હતું. 

Print