www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

47 વર્ષના દર્દીને અતિ જટીલ એન્જીયોપ્લાસ્ટી કરી નવજીવન આપતી વોકહાર્ટ હોસ્પિટલ


હદયરોગના દર્દીઓએ જાતે દવા લેવાનું બંધ ન કરવું અને વ્યસનોથી દુર રહેવું: ડો. અભિષેક રાવલ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 27 

વોકહાર્ટ હોસ્પિટલના નિષ્ણાંત કાર્ડીયોલોજીસ્ટ ડો.અભિષેક રાવલ જણાવે છે કે, હદયરોગના અમુક કિસ્સામાં વારંવાર પ્રોસિઝર કર્યા પછી પણ સારવાર કરવાની જરૂર પડતી હોય છે. 

ખાસ કરીને જો દવાઓ નિયમિત ન લેવામાં આવે કે દવા પ્રિસ્ક્રાબ કરી હોવા છતાં દર્દી જાતે દવા લેવાનું બંધ કરી દે અથવા વ્યસનો ન છોડવામાં આવે ત્યારે એન્જીયોપ્લાસ્ટી કે બાયપાસ બીજીવાર કરાવવું પડે તેવું પણ જોખમ રહેતું હોય છે.એક દર્દીને હદયની તકલીફ થતા દસ વર્ષ પહેલા એન્જીયોપ્લાસ્ટી કરાવવી પડેલી તેના એક વર્ષ પછી પાછી તકલીફ થતા એ જ નળીમાં બીજીવાર એન્જીયોપ્લાસ્ટી કરીને ફરી પાછો સ્ટેન્ટ મુકાવેલ હતો. દસેક વર્ષે દર્દીને ફરીથી તકલીફો થઈ હતી. 

આ વખતે પણ એ જ નળીના જુના બે સ્ટેન્ટમાં સંપૂર્ણ બ્લોક આવ્યું હતી. એક હોસ્પિટલમાં તેમની એન્જીયોપ્લાસ્ટી માટે પ્રયત્ન કરવામાં આવેલ. પરંતુ દર્દીને બાયપાસ માટે સલાહ આપવામાં આવી. આ દર્દીને 47 વર્ષની વયમાં ત્રીજી વખત હૃદયરોગની પ્રોસિઝર કરવાની જરૂર પડી હતી. ત્યારબાદ તેને વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા. ત્યાં હદયરોગના નિષ્ણાંત ડો. અભિષેક રાવલની દેખરેખ હેઠળ દર્દીની સારવાર શરૂ કરવામાં આવી. 

ડો.અભિષેક રાવલે દર્દીના ભુતકાળમાં થયેલ એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટીના વીડિયો તથા તેમાં વપરાયેલ સાધનોનો જીણવટપૂર્વક અભ્યાસ અને તપાસ કરી ઓપન હાર્ટ સર્જરી વગર સારવાર પૂર્ણ કરવામાં આવી હતી. ડો.અભિષેક રાવલે માહિતી આપતા જણાવેલ હતું કે, હદયરોગમાં જયારે એન્જીયોપ્લાસ્ટી કે બાયપાસ કરાવેલ હોય એવા દર્દીઓએ ફરીથી બ્લોક ન આવે તેના માટે ડોકટરને નિયમિત બતાવવું તથા સલાહ પ્રમાણે દવાઓ લેવી તથા વ્યસનોથી દુર રહેવું જરૂરી છે.  

Print