www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રેલવે સ્ટેશનમાં મુસાફરોને પડતી હાલાકી દૂર કરવા ચેમ્બર ઇન્ડસ્ટ્રીઝની લેખિત રજુઆત


જંકશન રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ 1 થી 3 ખાલી કરવા છતાં પ્લેટફોર્મ-4નો ઉપયોગ: યાત્રીકોને મુશ્કેલી

સાંજ સમાચાર

રાજકોટ, તા.26
રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય મથક હોય અને રાજકોટ ખાતેથી ટ્રેઇન મારફત મુસાફરી કરતા મુસાફરોને પુરતી સગવડતા મળી રહે તે માટે પુરતા પ્રયત્નો થવા ખૂબ જ જરૂરી છે. જે અનુસંધાને અમારી સંસ્થાને રાજકોટ રેલવે જંકશન પરથી ઉપડતી ટ્રેઇન નં. 22717 કે જે રાજકોટ-સિકંદરાબાદની છે તેમાં મુસાફરોને આ ટ્રેઇન જંકશનના પ્લેટફોર્મ નં. 1,2,3 ખાલી હોવા છતાં છેક પ્લેટફોર્મ નં. 4 ઉપરથી ઉપાડતા હોવા અંગે અસુવિધાનો સામનો થઇ રહ્યો હોવાનું પ્રકાશમાં આવેલ છે.

જ તેમાં પ્લેટફોર્મ નં. 4 સુધી પહોંચવા પ્રથમ તો કોઇ લીફટ કે એક્સેલેટરની સુવિધા નથી. આ પ્લેટફોર્મ નં. 4 ઉપર પ્રાથમિક સુવિધાઓ જેવી કે બેસવા માટે બાંકડા, બેન્ચ કે કોઇ વૈકલ્પીક સુવિધાનો અભાવ છે, તાપ અને વરસાદથી બચવા માટે પતરાના શેડ કે અન્ય કોઇ સુવિધા નથી.

જેથી આગામી વરસાદની સિઝનમાં મુસાફરો પોતે તથા તેમનો સામાન ભીંજાઇ જવાની ભીતી રહેલ છે. અને પ્લેટફોર્મ નં. 1,2,3 પર આ ટ્રેઇનના ઉપડવાના સમય પર ખાલી હોવા છતાં તેનો ઉપયોગ ન કરીને મુસાફરોને છેક પ્લેટફોર્મ નં. 4 સુધી લંબાવવું પડે છે. જેમાં મહિલા, બાળકો અને સિનિયર સીટીઝનોને ઘણી જ હેરાનગતિ થાય છે.

ઉપરાંત આ ટ્રેઇન નં. 22717 રાજકોટ-સિકંદરાબાદ અને તેની જેમ જ ટ્રેઇન નં. 20968 પોરબંદર-સિકંદરાબાદ પણ આ રૂટ પર ચાલીને હૈદરાબાદ ખાતે સ્ટોપ કરે છે. પરંતુ બંને ટ્રેઇનો હૈદરાબાદના બેગમપેટ સ્ટેશન ખાતે સ્ટોપ કરે છે. 

જ્યારે કે હૈદરાબાદનું એક અન્ય સ્ટેશન Lpi-Lingampally  છે કે જ્યાં ગુજરાતી પરિવારોની સંખ્યા વધુ છે અને ત્યાં ચડવા-ઉતરવાવાળા મુસાફરો પણ હોય છે. જ્યાં ઉપરોક્ત ટ્રેઇનો સ્ટોપ ન કરતા બેગમપેટ સ્ટેશને ઉભી રહેતી હોય, ત્યાંથી ફરી રીક્ષા-કેબ ભાડા ચુકવીને મુસાફરોને 15 કિમી જેટલું અંતર કાપીને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવું પડે છે. વળી Lpi-Lingampally  ખાતે સિગ્નલને લીધે ટ્રેઇન ખરેખર ઉભી રહે જ છે.

પરંતુ કાયદેસરનું સ્ટોપ ન હોય, તેને ખરેખર થોભાવીને મુસાફરોને થઇ રહેલ હાલાકી દુર કરવા માટે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજકોટ રેલવે ડિવિઝનના ડીઆરએમને પત્ર લખીને આ બાબતે વહેલીતકે ઉચીત પગલા લેવા જણાવેલ છે. તેમ ઉપપ્રમુખ રમેશભાઇ ઝાલાવડીયા તથા માનદ સહમંત્રી સુનીલભાઇ ચોલેરા દ્વારા જણાવવામાં આવેલ છે.

Print