www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઓનલાઈન પાઈપ મંગાવવા જતા યુવાન છેતરાયો: રૂ.21 હજારની છેતરપીંડી


યુનીક ઈલેકટ્રીક કંપનીમાં કામ કરતા ધવલ મેમકીયાએ ઈન્ડીયા માર્ટ એપ મારફતે ઓર્ડર આપી રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેકશન કર્યા: પરેશ ત્રિવેદી નામના શખ્સે તારીખો આપી હાથ ઉંચા કરી દીધા: ગુનો નોંધાયો

સાંજ સમાચાર

રાજકોટ તા.25
 દુધસાગર રોડ પર આવેલ યુનીક ઈલેકટ્રીક કંપનીમાં કામ કરતા યુવાને ઓનલાઈન પાઈપ મંગાવતા છેતરપીંડીનો ભોગ બનવું પડયું હતું. પરેશ ત્રિવેદી નામના શખ્સે રૂા.21 હજાર ટ્રાન્સફર કરાવી હાથ ઉંચા કરી દેતા થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

 બનાવ અંગે આડા પેડક રોડ, લાખેશ્ર્વર સોસાયટી શેરી નં.12માં રહેતા ધવલભાઈ પ્રાગજીભાઈ મેમકીયા (ઉ.24)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પરેશ ત્રિવેદીનું નામ આપતા થોરાળા પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તેઓ દોઢેક વર્ષથી યુનીટ ઈલેકટ્રીક કંપનીમાં વર્ક કંપ્લીકશનનું કામ કરે છે.

તેમની ઓફીસ દુધસાગર રોડ પર ખોડીયાર ઈલેકટ્રીકલ આવેલ છે. ગઈ તા.10/4ના તેમના મોબાઈલ ફોનમાં ઈન્ડીયા માર્ટ એપ ઈન્સ્ટોલ કરેલ. જે એપમાં હોટ ડીપ પાઈપ સર્ચ કરેલ. જે બાદ તેમના વોટ્સએપમાં ત્રિવેદી મેટલ કંપનીના માલીક પરેશ ત્રિવેદીએ કેટલોંગ મોકલેલ જેથી તેઓએ તા.18/4ના જરૂરીયાત મુજબ અલગ અલગ સાઈઝના 232 કિલો પાઈપનો ઓર્ડર કરેલ હતો. જે અંગે પરેશ સાથે ફોનમાં વાત થયેલ અને ડીલ નકકી થયા મુજબ રૂા.21315 બેંક ટ્રાન્ઝેકશનથી ચુકવ્યા હતા.

 આરોપીએ પાઈપનો જથ્થો તા.20 સુધીમાં તેમને મળી જશે તેવું કહેલ બાદમાં માલ ન આવતા તેમને ફોન કરી પૂછતા તે તારીખો આપી આજ દિન સુધી રૂા.21000ના પાઈપ ન મોકલી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Print