www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટનાં મોજ - ફોફળ - ન્યારી સહિત સૌરાષ્ટ્રનાં 11 ડેમોમાં નવા નીર


રાજકોટ જિલ્લાનાં છાપરવાડી-2 ડેમમાં 24 કલાકમાં જ 10 ફુટ નવું પાણી ઠલવાયુ

સાંજ સમાચાર

રાજકોટ,તા.28
સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા વરસાદનાં પગલે જુદા-જુદા જિલ્લાનાં જળાશયોમાં નવાનીરની આવક થઈ રહી છે ત્યારે, છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ જિલ્લાનાં પાંચ સહિત સૌરાષ્ટ્રનાં 11 ડેમોમાં નવાનીરની આવક થઈ હતી, જેમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાનાં છાપરવાડી-2 ડેમમાં 24 કલાકમાં જ 10 ફુટ જેટલુ નવું પાણી ઠલવાયુ હતું.

આ ઉપરાંત રાજકોટ જિલ્લાનાં મોજ ડેમમાં પોણા બે ફુટ, ફોફળમાં પોણો ફુટ તથા આજી-2માં 0.7 ફુટ અને ન્યારી-2 ડેમમાં પોણો ફુટ નવા પાણીની આવક થઈ હતી.

જયારે, મોરબી જિલ્લાનાં મચ્છુ-2 ડેમમાં અર્ધોફુટ, ઘોડાધ્રોઈમાં 0.33 ફુટ અને મચ્છુ-3માં 0.07 ફુટ નવું પાણી આવેલ છે તેમજ જામનગર જિલ્લાનાં બે ડેમોમાં પણ નવા પાણીની આવક 24 કલાક દરમ્યાન થઈ હતી.

જેમાં ઉંડ-3માં એક ફુટ અને ફુલઝર (કો.બા.)માં 2.30 ફુટ નવું પાણી ઠલવાયુ હતું અને સુરેન્દ્રનગર જિલ્લાનાં લિંબડી ભોગાવો-2 (વડોદ)માં પણ 0.16 ફુટ નવુ પાણી આવેલ હતું.

ગઈકાલે દ્વારકાનાં 12 પૈકી એક પણ ડેમમાં નવા પાણીની આવક થવા પામી ન હતી. એકંદરે ચાર જિલ્લાનાં જળાશયોમાં નવા નીર આવેલ હતા અને એક જિલ્લાનાં ડેમોમાં કોઈ આવક થઈ ન હતી.

Print