જયોતિરાદીત્ય સિંધીયા મધ્યપ્રદેશના સૌથી ધનવાન ઉમેદવાર

ગોવામાં ભાજપના ઉમેદવારની સંપતિનું સોગંદનામુ 119 પાનાનું: કુલ 1400 કરોડની મિલ્કતો

India, Politics, Lok Sabha Election 2024 | 17 April, 2024 | 05:06 PM
દુબઈ અને લંડનમાં ફલેટ: પતિ સાથે બિઝનેસ ચલાવે છે: ફુટબોલ કંપનીના માલીક
સાંજ સમાચાર

પણજી: લોકસભા ચૂંટણી લડતા અનેક ઉમેદવારોની સંપતિ સામાન્ય માનવી માટે તો કલ્પના જ બની રહે છે. મોટાભાગના કરોડપતિ છે તેમાં ભાજપે સાઉથ ગોવા માટે પલ્લવી ડેમ્પોને ટિકીટ આપી છે તેઓની સંપતિ માટે 119 પાનાનું સોગંદનામુ રજુ કરવું પડે તેટલી તેઓ સ્થાવર અને જંગમ મિલ્કત ધરાવે છે તેમની તથા તેમના પતિ શ્રીનિવાસ ડમ્પોની કુલ સંપતિ રૂા.1400 કરોડની છે.

ડમ્પો ગ્રુપ એ ગોવાનું જાણીતું ઔદ્યોગીક ગ્રુપ છે અને શિપ બિલ્ડીંગ, ફુટબોલ ટીમથી રીયલ એસ્ટેટ તમામમાં તેનું રોકાણ છે. પલ્લવી ડેમ્પો પાસે રૂા.255.40 કરોડની સંપતિ છે જયારે તેના પતિ પાસે રૂા.994 કરોડની મિલ્કતો છે જે ગોવા અને દેશ ઉપરાંત વિદેશમાં પણ છે.

આ દંપતિ દુબઈમાં સંયુક્ત માલીકીનું એપાર્ટમેન્ટ ધરાવે છે જેની કિંમત રૂા.2.5 કરોડ છે અને લંડનમાં રૂા.10 કરોડનું આવાસ છે. 49 વર્ષના પલ્લવી બીઝનેસ મેનેજમેન્ટમાં પોષ્ટ ગ્રેજયુએટ છે તેઓ પુના યુનિ,માં અભ્યાસ કર્યો છે.

જયોતિરાદીત્ય સિંધીયા મધ્યપ્રદેશના સૌથી ધનાઢય ઉમેદવાર
ગુના લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરી છે. તેઓ મધ્યપ્રદેશના સૌથી ધનવાન ઉમેદવાર છે. જયોતિરાદીત્ય સિંધીયાના પરિવાર પાસે કુલ જંગમ મિલ્કત 61 કરોડ રૂપિયા અન સ્થાવર મિલકત 326 કરોડ રૂપિયા જેટલી છે.

એમપીના ગુના લોકસભા સીટ પર સિંધીયાએ ઉમેદવારી નોંધાવીને પોતે જાહેર કરેલી સંપતિ પ્રમાણએ તેમની પાસે હાલમાં અબજોની સંપતિ સાથે બેંકનું દેવું પણ રહેલું છે. જયોતિરાદીત્ય સિંધીયાના પત્ની પ્રિયદર્શની રાજેના માથે પણ બેંકનું દેવું છે.

સિંધીયા પાસે રોકડ રકમ 25000 રૂપિયા છે. આ સિવાય 4 કરોડ 64 લાખ 50 હજાર જણાવી છે. એફીડેવિટમાં જાહેર કરેલી વિગત પ્રમાણે તેમની પાસે પોતાની કોઈ કાર, જમીન કે ખેતી માટે કે અન્ય પ્રકારની જમીન મિલકત ધરાવતા નથી. તેઓ પાસે વારસામાં મળેલી એક બીએમડબલ્યુ કાર છે.

1960ના વર્ષની આ કારનો મોડેલનો નંબર એમપી 07 ડબલ્યુ 2255 છે. આ સિવાય સિંધીયા પાસે વારસા મળેલી પૈતૃક મિલકત છે. જેમાં તેમના આવાસસ્થાનોનો પણ સમાવેશ થાય છે. જયોતિરાદીત્ય સિંધીયાની પાસે 35 કરોડ 53 લાખ રૂપિયાની સ્થાવર સંપતિ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj