મુંબઈ એરપોર્ટમાં અફઘાનિસ્તાનના મહિલા કોનસ્યુલ જનરલ પાસે દાણચોરીનું 25 કિલો સોનું ઝડપાયું

India, World | 04 May, 2024 | 04:05 PM
મહિલાએ જેકેટ, હેન્ડબેગમાં સોનાની પ્લેટો છુપાવેલી: કોનસ્યુલ જનરલનો દરજ્જો હોઈ ધરપકડ ન થઈ પણ ગોલ્ડ સમગલિંગ એકટ હેઠળ ગુનો દાખલ
સાંજ સમાચાર

મુંબઈ,તા.4
મુંબઈ એરપોર્ટ પર અફઘાનિસ્તાનના મહા વાણિજિયક દૂત કોન્સ્યુલ જનરલ ઝાકિયા વારદાકના કબ્જામાંથી ડીઆરઆઈના અધિકારીઓએ જેકેટ, કડુ અને કપડામાં છુપાવેલું અધધધ 18.6 કરોડ રૂપિયાનું 25 કિલો સોનું જપ્ત કર્યું હતું. અહેવાલે મુજબ ઝાકિયાએ દુબઈથી ભારતમાં સોનાની દાણચોરી કરવાનો પ્રયાસી કર્યો હતો.

ઝાકિયા સામે ગોલ્ડ સમગલિંગ અન્ડર કસ્ટમ એક હેઠળ ગુનો નોંધ્યો હતો.પણ તે કોનસ્યુલ જનરલ હોવાથી ધરપકડ નહોતી કરાઈ કારણકે તેમને આવી રાજકીય છુટ મળેલ છે.મુંબઈમાં આ પહેલો એવો કેસ સામે આવ્યો છે. જેમાં વિદેશથી આવેલા સિનિયર ડિપ્લોમેટ ગોલ્ડ સ્મગલિંગ રેકેટમાં સંડોવાયેલા હોય.

સૂત્રોએ જણાવ્યું કે, ડીઆરઆઈને બાતમી મળી હતી અને જેના લીધે એરપોર્ટ પર 12થી વધુ કર્મચારીઓ હાજર હતા. આ દરમિયાન ઝાકિયા વર્દક ( ઉ.વ.58 ) પોતાના દીકરા સાથે સાંજે લગભગ 5.45 વાગ્યે અમીરાતની ફ્લાઈટથી દુબઈથી મુંબઈ માટે ઉડાન ભરવા ગયા હતા.  જ્યારે એમનું ચેકિંગ કરાયું તો સામે આવ્યું કે તેમના જેકેટ, બેક બેલ્ટ અને અન્ય ક્લોથ્સમાં સોનું છુપાવીને તેઓ લાવ્યા છે.

ઝકિયા પાસેથી કુલ 25 યલો રંગની પ્લેટ મળી આવી હતી. જ્યારે બીજી બાજુ તેમના પુત્ર પાસેથી એવું કશું જ મળ્યું નહોતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, બારની શુદ્ધતા ચકાસવા માટે સરકાર માન્ય વેલ્યુઅરને બોલાવવામાં આવ્યા હતા.

સરકારી વેલ્યુઅરે એક સર્ટિફિકેટ જારી કર્યું હતું કે તે 24 કેરેટ સોનાના બાર છે જેનું વજન એક કિલો છે. તેમની કુલ કિંમત રૂ. 18.6 કરોડ હતી. જ્યારે અધિકારીઓએ ઝકિયાને પૂછ્યું કે શું તેની પાસે આ વિદેશી મૂળના સોનાનો કાયદેસર કબજો દર્શાવવા માટે કોઈ દસ્તાવેજો છે, તો તે કંઈપણ રજૂ કરી શકી નહીં. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj