બાઇક કે સ્પોર્ટસકાર જેવા વાહનો મારફત રસ્તા પર સ્ટંટ કરતા યુવાનોનું દુષણ દેશભરમાં છે. રાજકોટ સહિતના શહેરોમાં વખતો વખત આવા કિસ્સા પ્રકાશમાં આવતા જ હોય છે.
પાટનગર દિલ્હીમાં એક સાથે 28 બાઇક ચાલકોએ સ્ટંટ કરીને રસ્તો રોકી દેતા તમામની ધરપકડ કરવામાં આવી હતી. હેલ્મેટ વિના અને ખતરનાક રીતે વાહન ચલાવવા સહિતના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પાર્લામેન્ટરી સહિત તથા કર્તવ્ય પર પરોઢીયે 3.30 વાગ્યે બાઇક ચાલકો ખતરનાક સ્ટંટ કરતા હોવાનું ધ્યાને આવતા તાબડતોડ પોલીસ સ્ટાફ ધસી ગયો હતો તમામ સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy