6 કલાક કસરત, 9 કલાક ખોરાક લેતા દંગલ મહિલા હમીદા બાનો: પ્રથમ ભારતીય મહિલા પહેલવાન જેને કોઈ પુરુષ ક્યારેય હરાવી શક્યો નથી

India, Sports, Woman | 04 May, 2024 | 12:15 PM
સાંજ સમાચાર

નવી દિલ્હી: તા 4 
ભારતમાં કુસ્તીની રમત હંમેશાથી ખૂબ જ પ્રખ્યાત રહી છે. ઓલિમ્પિકથી લઈને લગભગ દરેક મુખ્ય ટૂર્નામેન્ટમાં કુસ્તીમાં ભારતના મેડલ છે. પરંતુ પહેલા તેને માત્ર પુરૂષોની રમત માનવામાં આવતી હતી. સ્ત્રીઓ કુસ્તી નહોતી કરતી. કોઈએ વિચાર્યું પણ ન હતું કે સ્ત્રીઓ કુસ્તી કરી શકે છે. તે સમયે યુપીની હમીદા બાનોએ કુસ્તીમાં પોતાનું નામ બનાવ્યું હતું. તેણીને ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ પણ માનવામાં આવે છે. કુસ્તીની મેચમાં તેની સામે એક માણસ પણ ટકી શકતો ન હતો. કોઈ માણસ હમીદાને હરાવી શક્યો નહીં.

હમીદા બાનોએ 1940 અને 1950ના દાયકામાં પુરૂષોને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે જે તેને દંગલમાં હરાવી શકે તેની સાથે તે લગ્ન કરશે. હમીદાને સાચી ઓળખ આપનારી પ્રથમ કુસ્તી મેચ 1937માં લાહોરમાં ફિરોઝ ખાન સાથે હતો. તે મેચમાં હમીદાએ ફિરોઝને હરાવ્યો હતો.  આ પછી હમીદા ઘણી ફેમસ થઈ ગઈ. ત્યારબાદ તેણે કોલકાતાના શીખ અને અન્ય કુસ્તીબાજ ખડગ સિંહને હરાવ્યા હતા. બંનેને હમીદા સાથે લગ્ન કરવાનો પડકાર ફેંકવામાં આવ્યો હતો.

યુપીના મિર્ઝાપુરમાં રહેતી હમીદા બાનોનો આહાર વડીલોને પણ પરસેવો પાડવા માટે પૂરતો છે. રિપોર્ટ્સ અનુસાર, હમીદા બાનોની ઊંચાઈ 5 ફૂટ 3 ઈંચ અને તેનું વજન 107 કિલો હતું. એવું કહેવાય છે કે તે દરરોજ 6 લિટર દૂધ, 1.25 કિલો સૂપ અને 2.25 લિટર ફળોનો રસ પીતી હતી. આ સાથે એક ચિકન, એક કિલો મટન, 450 ગ્રામ માખણ, 6 ઈંડા, લગભગ એક કિલો બદામ, 2 મોટી રોટલી અને 2 પ્લેટ બીરિયાની ખાતી હતી. દિવસના 24 કલાકમાંથી તે 9 કલાક ઊંઘ લેતી, 6 કલાક કસરત કરતી અને બાકીનો સમય ખાતી.

તે સમયે લોકો માનતા હતા કે હમીદા ડમી રેસલર સામે જઈને જીત હાંસલ કરે છે. પરંતુ ટૂંક સમયમાં લોકો ભ્રમ પણ દૂર થઈ ગયો. હમીદાએ 1954માં રશિયાની વીરા વેસ્ટેલિનને એક મિનિટથી પણ ઓછા અંતરે હરાવીને સૌને ચોંકાવી દીધા હતા.

છોટે ગામા નામના પ્રખ્યાત રેસલરે છેલ્લી ક્ષણે હમીદા સામે લડવાની ના પાડી દીધી હતી. વીરાને હરાવીને હમીદાએ યુરોપ જઈને લડવાનું નક્કી કર્યું. અહીંથી તેની કારકિર્દીનો ગ્રાફ નીચેની તરફ જવા લાગ્યો.

હમીદા બાનોના ટ્રેનર સલામ પહેલવાન ઈચ્છતા ન હતા કે તે યુરોપ જાય. ગુસ્સામાં આવીને સલામે હમીદાને લાકડી વડે માર મારીને તેના પગ અને હાથ ભાંગી નાખ્યા હતા. આ પછી તે કુસ્તીમાંથી ગાયબ થઈ ગઈ. એવું કહેવાય છે કે તે પાછી થી દૂધ વેચીને પોતાનું ઘર ચલાવતી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj