લગ્નનો ઉલ્લાસનો પ્રસંગ મોતના માતમમાં ફેરવાઈ ગયો

બિહારના દરભંગામાં લગ્નમાં આતશબાજી દરમિયાન આગ ભભુકતા 6 લોકોના મોત: અનેક ગંભીર

India | 26 April, 2024 | 03:44 PM
ફટાકડાનો તણખો મંડપમાં પડતા મંડપ સળગ્યો અને ઘટનાસ્થળે પડેલા ગેસ સિલિન્ડર અને ડિઝલના ગેલનમાં આગ પહોંચતા વિસ્ફોટો થયા
સાંજ સમાચાર

દરભંગા (બિહાર) તા.26
પટણા બાદ દરભંગામાં ગેસ સિલિન્ડરના વિસ્ફોટ સાથે ભીષણ આગ ભભુકતા 6 લોકોના આ આગમાં મોત હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા, જેમાં કેટલાકની ગંભીર હાલત છે.

ગુરુવારે મધ્યરાત્રીએ જાનૈયાઓ લગ્ન સમારોહમાં આતશબાજી કરી રહ્યા હતા. દરમિયાન ફટાકડાનો તણખો પહેલા લગ્નના મંડપમાં પડયો હતો જેથી જોત જોતામાં પુરા મંડપમાં આગ ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન ત્યાં પડેલા ગેસ સિલિન્ડરોમાં બ્લાસ્ટ થવા લાગ્યો હતો.

જેથી વધુ ભડકેલી આગ રામચંદ્ર પાસવાનના ઘરના દરવાજા પાસે રાખેલ ડીઝલના ગેલનમાં આગ ફેલાઈ ગઈ હતી. જેના કારણે આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગથી રામચંદ્ર પાસવાનના પરિવારના 6 લોકોના મોત થયા હતા, જયારે કેટલાકની હાલત ગંભીર છે.

ઘટના દરભંગા જિલ્લાના અંટોર ગામની છે. જાણવા મળતી વિગત મુજબ છગન પાસવાનની દિકરીના લગ્ન હતા ત્યારે જાનૈયાઓને રહેવા, જમવાની વ્યવસ્થા પડોશી રામચંદ્ર પાસવાનના ઘરના પરિસરમાં કરાઈ હતી.

જાનૈયાઓએ જોરદાર આતશબાજી કરતા ફયાકડાનો તણખો મંડપમાં પડતા જોતજોતામાં આગ ભભુકી ઉઠી હતી અને ગેસ સીલીન્ડર અને ડીઝલના ગેલનમાં બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. લોકોએ આગ બુઝાવવાની કોશિશ કરી હતી પણ તે સફળ થયા ન હતા. બાદમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj