પ્રથમ તબકકામાં બાજી બરાબર રહ્યાના સંકેત બાદ બીજા તબકકામાં સરસાઇની કસોટી

લોકસભાની વધુ 88 બેઠકો પર પ્રારંભથી જ મતદારોનો ઉત્સાહ : બે કલાકમાં 15 થી 17% મતદાન

India, Politics, Lok Sabha Election 2024 | 26 April, 2024 | 10:26 AM
◙ દેશના 13 રાજયોના 15.8 કરોડ મતદારો : રાહુલ ગાંધીથી લઇ હેમામાલિની અને રામાયણના ‘રામ’થી જાણીતા અરૂણ ગોવિલ, 6 કેન્દ્રીય મંત્રીઓ સહિત 1202 ઉમેદવારોના ભાવિ નકકી કરશે
સાંજ સમાચાર

◙ ફરી એક વખત પશ્ચિમ બંગાળ,  ત્રિપુરા સહિતના રાજયો મતદાનમાં નવા રેકોર્ડ સર્જે તેવા સંકેત : અનેક મતદાન મથકો પર રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ બાખડયા

નવી દિલ્હી, તા. 26
2024માં વિશ્વના 58થી વધુ દેશોમાં યોજાયેલી રાષ્ટ્રીય ચૂંટણીમાં સૌથી વધુ રસાકસી ભરેલી અને વિશ્વભરનું ધ્યાન દોરનાર ભારતની લોકસભા ચૂંટણીના બીજા તબકકામાં 88 બેઠકો પર મતદાન શરૂ થતા જ ભારે ગરમીની આગાહી વચ્ચે અત્યંત ઉત્સાહભર્યા દ્રશ્યો છે અને મતદાન મથક પર સવારથી જ 15 થી 17 ટકા જેવું મતદાન થઇ ગયું છે 13 રાજયોને આવરી લેતી આ મતદાનના તબકકામાં એક તરફ અનેક સેલીબ્રીટીઓ સહિત રાજકીય નેતાઓના ભાવિ  ઇવીએમમાં કેદ થઇ જશે.

તો બીજી તરફ લોકસભા ચૂંટણીમાં અબ કી બાર 400 કે પારના નારા સાથે પ્રથમ વખત સૌથી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ઉતરેલા ભાજપ અને એનડીએને આ તબકકામાં તેની ર019ની સરસાઇ જાળવી રાખવાનો પડકાર છે. આજે જે બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે તેમાં પર ભાજપ પાસે છે અને રર બેઠકો  પર કોંગ્રેસ કબ્જો ધરાવે છે અન્ય બેઠકો પર એનડીએ અને ઇન્ડી ગઠબંધનના સાથીપક્ષોનો કબ્જો છે.

પ્રથમ તબકકમાં થયેલા ઓછા મતદાન બાદ ચૂંટણી પંચે મતદાનની ટકાવારી વધારવા પણ અનેક પ્રયાસો કર્યા હતા. છેલ્લા અહેવાલ મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં જમ્મુ કાશ્મીરની એક બેઠક પર 10 ટકા જેવું મતદાન થઇ ગયું છે જયારે પશ્ચિમ બંગાળમાં 15.68 ટકા, મણીપુરમાં 15.49 ટકા, ત્રિપુરામાં 16.5 ટકા, છતીસગઢમાં 15.42 ટકા, કેરળમાં 11.98 ટકા, રાજસ્થાનમાં 11.77 ટકા. મધ્યપ્રદેશમાં 13.82 ટકા નોંધાયું છે.

મહારાષ્ટ્ર-કર્ણાટકમાં 10 ટકા આસપાસ રહી છે. આજે ઇવીએમમાં અનેક 6 કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ટોચના રાજકીય નેતાઓ અને સેલીબ્રીટીઓના ભાવિ કેદ થઇ રહ્યા છે.

જેમાં વાયનાડમાં રાહુલ ગાંધી, થિરૂવંતપુરમ શશી થરૂર, મથુરામાં હેમામાલિની અને મેરઠ બેઠક પર રામાયણ ધારાવાહિકથી સેલીબ્રીટી બનેલા અરૂણ ગોવિલ ઉપરાંત લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, રાજસ્થાના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના પુત્ર દુષ્યસિંહ અને મહારાષ્ટ્રમાં હનુમાન ચાલિસાના પાઠ જાહેરમાં કરીને એક વખત અપક્ષ તરીકે લોકસભામાં ચૂંટાયેલા ફાયર બ્રાન્ડ મહિલા નેતા નવનીત રાણા  આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામી પણ પોતાનું  લોકસભા ચૂંટણીનું ભાવિ અજમાવી રહ્યા છે. દેશભરમાં કુલ 15.8 કરોડ મતદારો 1202 ઉમેદવારો નકકી કરશે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj