હૈદરાબાદ,તા.16
હૈદરાબાદમાં બનેલી એક ઘટનામાં એક કાર રિસેલરે અન્ય કાર રિસેલરની રૂ। કરોડની કિંમતની લેમ્બોર્ગિનીને આગ લગાડી દેતાં ગણતરીની મિનિટોમાં જ કરોડોની કાર બળીને ખાખ થઈ ગઈ હતી.આ અંગે મળતાં અહેવાલો અનુસાર અહીનાં પહાડી શરીફ વિસ્તાર પાસે બે ધંધાર્થીઓ પોતાની વચ્ચેની જૂની તકરારને ઉકેલવા માટે ભેગા થયા હતાં.
પરંતુ તેમની વચ્ચે કોઈ મુદ્દે વિવાદ એટલો બધો વધી ગયો કે એકે બીજાની લેમ્બોર્ગિનીને આગ ચાંપી દીધી હતી.નીરજ નામના વ્યકિતએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.નીરજે આ લકઝરી કાર સેક્ધડ હેન્ડ ખરીદી હતી. આ બંને ધંધાર્થી જુની કારોની લે વેચનો ધંધો કરે છે. બંને વચ્ચે અગાઉ પણ અનેકવાર ધંધાકીય વ્યવહારો થયાં હતાં.
શનિવારે બંને ધંધાર્થીઓ કમિશન અંગેના વિવાદને ઉકેલવા માટે મળ્યા હતા.આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. તકરાર એટલી બધી વધી ગઈ કે એક રિસેલરે ઉશ્કેરાઈને બીજાની લકઝરી કારમાં આગ લગડી દીધી હતી.ા ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ પહોંચ્યુ ત્યાં સુધીમાં તો કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.
ઘટના બાદ આરોપી ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. પહાડી શરીફના ઈન્સ્પેકટર ગુરુવા રેડ્ડીએ જણાવ્યું છે કે, પીડિત અને આરોપી બંને જુની કારોની લે-વેચનો ધંધો કરે છે. કારના કમિશનને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy