(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.15
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક આધેડ બાઈક લઈને નારી ગામે કામે જઈ રહ્યા હતા, તે વેળાએ દસનાળા પાસે ટ્રકના ચાલકે બાઈક ચાલક આધેડને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મહા લક્ષ્મી મિલની ચાલી રહેતા વાલજીભાઈ બીજલભાઇ ગોહિલ ઉ.વ.65 આજરોજ કામ સબબ પોતાનું બાઈક લઈને કામ સબબ કુંભારવાડા થી નારી ગામે જઈ રહ્યા હતા, તે દરમ્યાન નારી રોડ થી કુંભારવાડા તરફ આવી રહેલ રહેલ ટ્રકના ચાલકે બાઈક ચાલક બીજલભાઈ ને અડફેટે લેતા બાઈક સાથે રોડપર પટકાયેલ આધેડ ટ્રકના ટાયર નીચે આવી જતા આધેડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy