રાજકોટ,તા.15
રાજકોટમાં મવડી પ્લોટમાં આવેલ નંદનવન સોસાયટી શેરી નં.2 માં આવેલ એક રહેણાંક મકાનમાં આગની ઘટના સામે આવી હતી. મકાન માલીક ગોવિંદભાઈ દામજીભાઈ કિયાડાએ પોતાની ઇલેક્ટ્રિક બાઈક ઓલા ચાર્જીંગમાં રાખી હતી. દરમિયાન બાઇકમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઈ હતી.
આગ લાગ્યાની જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો. તુરંત ફાયરની ટીમ દોડી જઈ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. આગ પર કાબૂ મેળવાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘરમાં આગ લાગતાં ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સ્કૂટર પણ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy