ધ્રાંગધ્રા ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત CRPF ફોર્સની ફલેગમાર્ચ યોજાઈ

Local | Surendaranagar | 02 May, 2024 | 02:40 PM
પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફલેગ માર્ચ અને ફૂટ પેટ્રોલીંગમાં જોડાયો
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.2
ધ્રાંગધ્રા શહેરમાં સીઆરપીએફ ફોર્સની ફ્લેગમાર્ચ યોજાઈ આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત શહેરમાં ફ્લેગમાર્ચનું કરવામાં આવ્યું આયોજન ધાંગધ્રા સીટી પોલીસ લાઈન, કુંભારપુરા,સહિત મુખ્ય માર્ગો ઉપર યોજાઈ ફ્લેગમાર્ચ પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ જોડાયો

આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતર્કતા રાખી જાહેર સ્થળ અને રહેણાક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટ અને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ર્ડો. ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા સીટી પીઆઇ એમ યુ મશી ની સૂચના અનુસાર ધ્રાંગધ્રા શહેર ખાતે સીઆરપીએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ફ્લેગ માર્ચ યોજાતા પોલીસ લાઈન, કુંભાર પરા, સહિતના અલગ અલગ વિસ્તારોમાં જઈ વાતાવરણ શાન્ત બની રહે તે માટે ફલેગ માર્ચ કરવામાં આવી હતી.જેની સાથોસાથ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ફલેગ માર્ચ અને ફૂટ પેટ્રોલીંગમાં જોડાયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj