જામનગર તા.17:
જામનગરના એડવોકેટ હારૂન પલેજા ની હત્યા નીપજાવવા અંગેના અતિ ચકચારજનક પ્રકરણમાં સીટી બી. ડિવિઝન પોલીસે 15માં અને અંતિમ આરોપીની અટકાયત કરી લીધી છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એડવોકેટ હારુન પલેજા ની આજથી બે માસ પહેલાં સરાજાહેર હત્યા નીપજાવવામાં આવી હતી, જે હત્યા પ્રકરણમાં 15 આરોપીઓ સામે પુરવાઈજિત કાવતરું ગળી હત્યા નીપજાવવા અંગેનો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અગાઉ સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા કુખ્યાત સાયચા ગેંગના 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી, અને તમામ આરોપીઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે.
જે પ્રકરણના 15માં અને અંતિમ આરોપી અસગર જુસબ સાયચા ની આજે સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે, અને તેને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવી રહ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy