રાજકોટ, તા. 14
મુંબઇ શેરબજારનો તેજીનો દૌર ચાલુ રહ્યો હતો અને સેન્સેકસમાં 181 પોઇન્ટનો ઉછાળો હતો. હેવીવેઇટ શેરો લાઇટમાં હતા. શેરબજારમાં આજે શરૂઆત જ પોઝીટીવ ટોને રહ્યા બાદ પસંદગીના ધોરણે હેવીવેઇટ શેરોમાં લેવાલી રહેતા તેજીનો દૌર આગળ ધપતો રહ્યો હતો.
આઇસર મોટર્સ, મહિન્દ્ર, અદાણી પોર્ટ, રિલાયન્સ, શ્રીરામ ફાયનાન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઇટન, અલ્ટ્રા ટેક સિમેન્ટ જેવા શેરોમાં ઉછાળો હતો. જયારે ઇન્ફોસીસ, ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેંક, ટેક મહિન્દ્ર, વિપ્રો જેવા શેરો નબળા રહ્યા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 181 પોઇન્ટના ઉછાળાથી 76992 હતો જે ઉંચામાં 77081 તથા નીચામાં 76549 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 66 પોઇન્ટ વધીને 23465 હતો જે ઉંચામાં 23490 તથા નીચામાં 23334 હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy